રાજપીપળા ખાતે મહિલા પો.સ્ટે.ના નવીન મકાનના બાંધકામનું ખાત મુહર્ત કરાવવામાં આવ્યુ

0
56

રાજપીપળા ખાતે મહિલા પો.સ્ટે.ના નવીન મકાનના બાંધકામનું ખાત મુહર્ત કરાવવામાં આવ્યુ હતું.

રાજપીપળા : નર્મદા જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા હંમેશા મહિલાઓની સુરક્ષા માટે ચિંતિત રહી પોતાના કાર્યકાળ દરમ્યાન નિર્ભયા ટીમની રચના કરી તેમજ “ સ્પર્શની સંવેદના “ જેવા મહિલા સુરક્ષા લગત કાર્યક્રમો કરેલ તે ઉપરાંત હાલમાં જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાની બદલી સુરેન્દ્રનગર એસ.પી.તરીકે થઈ ગયેલ છે. છતાં પણ જતા-જ્તા મહિલાઓને ઝડપી અને ત્વરીત સેવા-સુરક્ષા પુરી પાડી શકાય તે માટે એસ.પી.ના અથાક પ્રયત્નો દ્રારા મહિલા પો.સ્ટે.ના નવિન મકાનના બાંધકામનું આજરોજ રાજપીપલા પાયગા પોલીસ લાઈનમાં એએસપી અચલ ત્યાગી તથા dy.sp.સુ,શ્રી ચેતના ચૌધરી તથા પો.ઈન્સ. આર.એન.રાઠવા તથા બાંધકામના દાતા સજ્જનસિંહ કુંપાવત નાઓની ઉપસ્થિતિમાં ખાત મુહર્ત કરવામાં આવ્યું હતું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY