માલના રૂપિયા આપવાને બદલે હાથ-પગ તોડી નાખવાની ધમકી

0
9

છ વેપારી સામે ફરિયાદ નોંધાઈ
સુરત, તા. ૨૨
રૂપિયા ૫૪.૬૯ની કિંમતનો સબ્લીપેશન પેપર રોલની ખરીદી કરી પેમેન્ટ કરવા બદલે હાથ-પગ તોડી નાખવાની ધમકી આપનાર છ જણાની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પારલે પોઈન્ટ મલબાર એપાર્ટમેન્ટમાં રહેતા ધવલ પ્રકાશભાઈ જૈન પાસેથી આરોપી દ્વારકેશ ટેક્ષપ્રિન્ટના માલિકો, પ્રિન્ટ ફ્યુઝનના માલિક, ગોકુલ ટેક્ષ પ્રિન્ટના માલિક સહિત છ જણાંએ રૂપિયા ૫૪,૬૯,૭૯૩ની કિંમતનો પેપર રોલની ખરીદી કરી હતી. ત્યારબાદ આરોપીઓએ આ માલ બજારમા઼ સસ્તા ભાવે વેચી મારી પેમેન્ટ ચૂકવવાને બદલે ફરિયાદીના હાથ-પગ તોડી નાખવાની ધમકી આપી હતી. સલાબતપુરા પોલીસે ફરિયાદના આધારે વૈભવ દેવન્દ્ર રાવલ, દેવેન્દ્ર સેવક રામ, રીતેશ ભટ્ટ, નિખિલભાઈ, ઈસુ ભારદ્વાજ, શીતલબેન રાવળની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY