સ્વયં સેવકોને પ્રમાણ પત્ર એનાયત કરાયા
સુરત, તા.૨૨
જીવન જ્યોત ટ્રસ્ટ, અમરોલી સંચાલિત જે.ઝેડ. શાહ આર્ટસ એન્ડ એચ.પી. દેસાઈ કોમર્સ કોલેજ, અમરોલીમાં મંગળવાર તા.૨૦-૨-૨૦૧૯ના રોજ નહેરૂ યુવા કેન્દ્રનું જિલ્લા યુવા સંમેલન યોજાયું. જેમાં સ્વયં સેવકોને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ભાસ્કર રાવલ, ડૉ. પ્રફુલ્લ શિરોયા, હાજર રહ્ના હતા. નહેરૂ યુવા કેન્દ્રના જિલ્લા સંયોજક મનીષાબેન નહેરૂ યુવા કેન્દ્રની વિશ્વ પ્રવૃત્તિ વિશે માહિતી આપી હતી. કોલેજના આચાર્ય શ્રી. ડૉ.કે.એન. ચાવડાએ કોલેજમાં થતી વિવિધ સામાજિક પ્રવૃત્તિઓનો અહેવાલ આપી વિદ્યાર્થીઓને સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. અશોકભાઈ ગુર્જરે પ્રેરણાત્મક વક્તવ્ય આપ્યું તેમજ ડરેનભાઈ ગાંધીએ યોગાનું મહત્ત્વ સમજાવ્યું હતું. કોલેજના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. આર.ડી. રાણાએ મુખ્ય મહેમાનોનો પરિચય આપ્યો હતો. અમરોલી કોલેજના સ્ટાફ સભ્યો, શૈક્ષણિક અને વહીવટી પરિવાર હાજર રહ્ના હતા. કાર્યક્રમના અંતે આભારવિધિ પ્રો. ચિરાગ સિધ્ધપુરીયાએ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





