અજાણ્યા વાહનની ટક્કરે બાઇક પર સવાર દંપતિનું મોત, પુત્ર-પુત્રી ઇજાગ્રસ્ત

0
6

વડોદરા,તા.૧૩
લગ્ન પ્રસંગમાંથી બાઇક પર પરત ફરી રહેલા પરિવારને જામ્બુવા પાસે અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લીધું હતું. બાઇક પરથી પટકાતા દંપતિનું સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પુત્ર અને પુત્રીને ઇજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના માડોધર ગામના રહેવાસી મનુભાઇ રણછોડભાઇ વણકર (૪૫) તેમની પત્ની જશોદાબહેન (૩૬) પુત્રી કિંજલ (૧૫) અને પુત્રસચિન (૧૨) વરણામા નજીક આવેલા શાહપુરા ગામમાં રહેતા સાઢુભાઇની દીકરી વૈશાલીના લગ્ન પ્રસંગમાં ગયા હતા. એક જ બાઇક પર લગ્ન પ્રસંગમાં ગયેલો પરિવાર ઘરે પરત ફરી રહ્યો હતો. દરમિયાન જામ્બુવા પાસે બાઇક પર સવાર પરિવારને પુરપાટ પસાર થઇ રહેલા અજાણ્યા વાહને અડફેટમાં લેતા પરિવાર રસ્તા ઉપર ફંગોળાયો હતો. જેમાં મનુભાઇ અને તેમની પત્ની જશોદાબહેનના સ્થળ પર મોત નીપજ્યાં હતા. જ્યારે તેમની પુત્રી કિંજલ અને પુત્ર સચિનને ઇજા પહોંચતા રાત્રે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મકરપુરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY