૩૪ ખાનગી હોસ્પિ.ના પ્રતિનિધિ હાજર રહ્ના
સુરત, તા.૨૩
તા.૨૨-૨-૨૦૧૯ના રોજ ડૉ. કમલેશ ઉપાધ્યાય, સ્ટેટ નોડલ અોફિસર -સીઝનલ ફ્લુ, ગુજરાત રાજ્યની અધ્યક્ષતામાં સુરત મહાનગરપાલિકાનાં નવા સ્થાયી સમિતિ ખંડમાં સીઝનલ ફ્લુ તથા અન્ય વાયરલ ડીસીઝ અંગેની સમીક્ષા માટે મીટિંગ રાખવામાં આવી હતી. જેમાં ડે. કમિશનર સુરત મહાનગરપાલિકા, આર.ડી.ડી. સુરત, આરોગ્ય અધિકારી, સિવિલ તથા સ્મીમેર હોસ્પિટલના ડીન, મેડીકલ સુટેન્ડન્ટ, મેડીકલ ઓફિસર વર્ગ-૧, કુ.ક. બ્યુરો, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, તમામ નાયબ આરોગ્ય અધિકારીઓ, વિવિધ વિભાગના એચ.ઓ.ડી. સુરત તથા સુરત શહેરની અગ્રગણ્ય ૩૪ જેટલી ખાનગી હોસ્પિટલના પ્રતિનિધિઓ હાજર રહ્ના હતા.
જેમાં ડૉ. કમલેશ ઉપાધ્યાયï, સ્ટેટ નોડલ ઓફિસર સીઝનલ ફ્લુ, ગુજરાત રાજ્યએ સમગ્ર ભારમાં હાલમાં ચાલી રહેલ સીઝનલ ફ્લુનાં ટ્રેન્ડ વિશે માહિતગાર કર્યા હતા. સુરત શહેર તથા જિલ્લામાં સીઝનલ ફ્લુના કેસો માટે ઉપસ્થિત તમામ અધિકારી તથા ખાનગી હોસ્પિટલના પ્રતિનિધિઓ સાથે સમીક્ષા કરી હોસ્પિટલ વાઈઝ કેસો તથા મરણ અંગેના કારણો વિશે વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સલાહ સૂચન તથા માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. તેમજ ઝીકા વાયરસ, કોન્ગો ફીવર વિશે પણ હાજર તમામને માહિતગાર કર્યા હતા.
બપોર બાદ અઠવા ઝોન ઓફિસ, મીટિંગ હોલ ખાતે સુરત મહાનગરપાલિકાના તમામ શહેરી આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરોને સીઝનલ ફ્લુ, બર્ડ ફ્લુ, ઝીકા વાયરસ, કોન્ગો ફીવર, ચાંદીપુરા વાયરસ, ડેંગ્યુ તથા લેપ્ટોસ્પાયરોસીસ રોગના વૈશ્વિક વ્યાપ વિશે ચર્ચા કરી જરૂરી સલાહ સૂચન તથા માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




