સુરત, તા. ૨૬
લીંબાયત ઓમનગર સાબરી મસ્જિદ પાસે પાર્સલના બાકી રૂ. ૧૦ હજારની માગણી કરવા બાબતેઅગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી કડીયા કામ કરતા એક મજૂરને તમંચા જેવુ હથિયાર બતાવી. મારી નાંખવાની ધમકી આપી ૪ ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ લીંબાયત પોલીસ મથકે નોધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના વતની અને હાલમાં લીંબાયત પ્રતાપનગર ગલી ખાતે રહેતા સાજીદ ઉર્ફે બબલુ જલાલુદ્દીન જાગીરદાર કડીયા કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. લીંબાયત મીઠીખાડી ત્રીસમલ વિસ્તારમાં રહેતા આરોપી ફારૂક પાર્સલ, સોહેબ ઉર્ફે સોહેબ સિટી, માયાભાઈ તથા ઉમર વિગેરેઓ સાજીદના ભાઈ જમીલ પાસે પાર્સલના બાકી રૂ. ૧૦ હજાર બાબતે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી કમ્મરમાં રાખેલ તમંચા જેવું હથિયાર બતાવી ડર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. સાજીદ ઉર્ફે બબલુïએ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પોલીસે ખંડણી તથા આર્મ્સ એકટનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે. પોલીસે ગુનાવાળી જગ્યાનું પંચનામું પણ કર્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



