મતદારોએ પોતાના નામની પણ ખાતરી કરી લેવાની રહેશે
સુરત, તા.૨૩
આગામી લોકસભા ચૂંટણી-૨૦૧૯ ધ્યાને લઈ ભારતીય ચૂંટણી પંચ દ્વારા આવતીકાલ તા.૨૩/૨/૨૦૧૯ અને ૨૪/૨/૨૦૧૯ દરમિયાન સવારના ૧૦.૦૦ થી સાંજના ૫.૦૦ વાગ્યા સુધી મતદાર યાદી ખાસ સંક્ષીપ્ત સુધારણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
આ બન્ને દિવસોમાં જિલ્લાની તમામ વિધાસનભા મત વિભાગોમા પ્રત્યેક મતદાન મથક ખાતે બુથ લેવલ ઓફીસર ઉપસ્થિત રહેશે. જયાં મતદાર યાદીની વિગતો ચકાસી શકાશે. નવા નામ દાખલ કરવા, નામ કમી કરવા, નામ, સરનામું સુધારવા, એક ભાગમાંથી બીજા ભાગમાં નામ ટ્રાન્સફર કરવા માટે ફોર્મ ભરીને બુથ લેવલ ઓફિસરને આપી શકાશે.
મતદાર ફોટો ઓળખકાર્ડએ ફકત ઓળખ દસ્તાવેજ છે. ચૂંટણી સમયે મતદાન કરવા માટે પ્રવર્તમાન મતદારયાદીમાં મતદાર તરીકે નામ દાખલ થયેલ હોવું ફરજીયાત છે. જેથી મતદારયાદીમાં નામ દાખલ થયેલ હોવા અંગેની ચકાસણી કરી લેવા સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી દ્વારા જાહેર જનતાને અનુરોધ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



