સીએની વિદ્યાર્થિની લક્ઝુરિયસ લાઈફ છોડી દીક્ષા લેશે

0
9

સુરત,તા.૨૩
દીક્ષા નગરી મનાતા સુરતમાં ૨૩ વર્ષીય મોક્ષાલી અશ્વિન સોનેથા ૩ માર્ચના રોજ અઠવાલાઇન્સ ખાતે જૈન સંઘમાં દીક્ષા લઇ સાંસારિક મોહમાયાનો ત્યાગ કરશે. ભણવામાં ખૂબ જ હોશિયાર મોક્ષાલી સીએ બનવા માંગતી હતી. અને સીએની ૨ પરીક્ષા પણ એક જ ટ્રાયમાં પાસ કરી લીધી હતી. અને સીએ ફાઇનલની એક્ઝામ માટે દિવસ રાત તૈયારીઓ કરી રહી હતી.
મોક્ષાલીને પોતાની ઉપર એટલો આત્મવિશ્વાસ હતો કે, ફાઇનલ પરીક્ષા તે એક જ ટ્રાયલમાં પાસ કરી લેશે. સીએ ફાઇનલ પરીક્ષાને ગણતરીના ૪ મહિના બાકી હતા અને અચાનક મોક્ષાલીને લાગ્યું કે, સીએ બનીને તેનો આ જન્મમાં કલ્યાણ થઈ જશે. પરંતુ આવનાર જન્મોમાં આ ડિગ્રી તેના કામે લાગશે નહીં. જા તે દીક્ષા લઈ લેશે તો આ જન્મ જ નહીં આવના જન્મમાં પણ તેને મોક્ષની પ્રાપ્તિ થશે અને આજ કારણે તેણે ફાઇનલ એક્ઝામ ન આપવાનો નિર્ણય કર્યો અને દીક્ષા માટે તટસ્થ નિર્ણય લઈ લીધો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY