વેપારીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવતા ચકચાર મચી

0
9

સુરત,તા.૨૩
મોટા વરાછા ખાતે રહેતા આઘેડએ ઘલુડી મંદિરે જતા હોય સવારે મંદિર જતા કોઈ અગમ્ય કારણસર દવા પી જતા ઘરે આવીને પરિવારજનોને દવા પીધી હોવાનુ જણાવ્યું હતું. જેથી પરિવારે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
પોલીસ સુત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી મુજબ, મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાઘાર તાલુકાના માનવિલાસ ગામના વતની અને હાલ સુરત મોટા વરાછા ખાતે શુભમ એવન્યુ માં ફલેટ નંબર ડી ૨૦૩માં રહેતા પોપટભાઈ ભીખાભાઈ વિરાણી (૫૪) દર શુક્રવારના રોજ કામરેજ તાલુકાના ઘલુડી ગામે આવેલા હનુમાન મંદિરે દર્શન કરવા માટે જતા હતા. આ શુક્રવારના રોજ સવારે ૧૦.૦૦ કલાકે ઘરેથી મંદિરે ગયા હતા. મંદિરે સવારે દવા પીને પોતાના ઘરે મોબાઈલ ફોન દ્વારા પરિવારજનોને જાણ કરી મારો છેલ્લો ફોન છે. તેમ કહેતા પરિવારજનો તણાવમાં આવી ગયા હતાં. અને ફરી પોપટભાઈને ફોન કર્યો હતો. તો પોપટભાઈએ જણાવ્યું કે હું ઘરે આવું છું. તેમ કહેતા પોપટભાઈ ઘરે જતા રહ્યા હતા.
ઘરના સભ્યોને પોતે ઝેરી દવા પીધી હોવાનું જણાવતા સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં લઈ ગયા હતાં. જ્યાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. મરનાર આઘેડ કાપડનો લે વેચનો ઘંઘો કરતા હતા. આ અંગે કામરેજ પોલીસ મથકના કઠોર આઉટ પોસ્ટના જમાદાર શૈલેષભાઈએ અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ઘરી છે. હાલમાં પોલીસને આઘેડ આ પગલું કેમ ભર્યુ તે જાણી શકી નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY