સુરત, તા. ૨૫
ઉધના રેલવે સ્ટેશનની સામે ચાની લારી પાસે ઉધાર પૈસા નહીં આપનાર યુવક પર હુમલો કરી રિક્ષા ચાલક સહિતની ટોળકી ભાગી ગઈ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લીંબાયતના રતનચોક સાંઈબાબા મંદિરની બાજુમાં આવેલા આવેલા વાણીયાના મકાનમાં રહેતા હર્ષલ સુનિલભાઈ પાટીલ રિક્ષા ડ્રાઈવર તરીકે પરિવારનું પેટિયં રળે છે. હર્ષલ ગઈકાલે ઉધના રેલવે સ્ટેશનની સામે ચાની લારી પર ઊભો હતો ત્યારે રવિ ઉર્ફે ચીરો રહે. ગોડાદરા આસપાસ નગર બે ત્રણ હજાર રૂપિયા ઉધાર માગ્યા હતા પણ હર્ષલ ઉછીના પૈસા આપવાની ના પાડતા રવિ ઉર્ફે ચીરો તેની સાથેનો રિક્ષા ચાલક અને અન્ય બે અજાણ્યાઓએ હર્ષલ પર લોખંડના સળિયા વડે હુમલો કરી ગંભીર ઈજા કરી હતી. અને બાદમાં ફરાર થઈ ગયા હતા. હુમલાના બનાવ અંગે હર્ષલ પાટીલે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



