સુરત, તા. ૨૫
ઉત્તર ભારતમાંથી ફૂંકાઈ રહેલ ઠંડા પવનના લીધે દક્ષિણ ગુજરાતના તાપમાનમાં ફરી એક વખત પલટો આવ્યો છે. દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ અને રાત્રિના સમયે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્ના છે. ગતરોજની સરખામણીએ આજે બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટયું છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૦.૬ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૬.૭ ડિગ્રી નોધાયું છે. ગત રોજની સરખામણીએ અધિકત્તમ તાપમાનમાં ૪ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાનમાં ૧ ડિગ્રીનો ઘટાડો નોધાયો છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૯ ટકા અને હવાનું દબાણ ૧૦૧૩.૮ મીલીબાર નોîધાયું છે. શહેરમાં ઉત્તર દિશાથી કલાકના ૩ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે.
નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે ન્યુનત્તમ તાપમાન ૧૨ ડિગ્રી નોધાયું છે. જે ગતરોજ ૧૪ ડિગ્રી નોîધાયું હતું. વલસાડ હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે ન્યુનત્તમ તાપમાન ૧૭ ડિગ્રી નોધાયું છે.
અચામ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તાપમાનમાં નોધપાત્ર ઘટાડો થતા ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યું છે. દિવસ દરમિયાન આકરો તાપ અને રાત્રે ઠંડીનો અનુભવ થતા શિયાળામાંથી ઉનાળાની ૠતુ પરિવર્તન થવાની શરૂઆત થઈ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



