અજાણ્યા મૃતકોના વાલી વારસો સંપર્ક કરે

0
9

વલસાડ, તા.૨૫
વલસાડ રેલવે પોલીસને તા.૧૯/૭/૧૭ના રોજ સવારે ૯-૦૦ વાગ્યાની આસપાસ ડાઉન મેમુ ટ્રેનના કોચ નં. ૨૦૩૩-બી વચ્ચે જનરલ ડબ્બામાંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના વાલીવારસોની તપાસ કરતાં તે મળી આવ્યા નથી. મૃતકની ઉંમર ૬૫ વર્ષ, ચાઇ ૫.૪ ફૂટ, રંગે ઘઉંવર્ણ, કમરમાં કાળ રંગની હાફ ચડ્ડી પહેરી છે.
અન્ય એક બનાવમાં તા.૨૫/૦૧/૧૮ના રોજ સવારે ૧૦-૦૦ વાગ્યાની આસપાસ નવસારી રેલવે સ્ટેશને પૂર્વમા જુની આરક્ષણ ઓફિસની દિવાલ પાસેથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના વાલીવારસોની તપાસ કરતાં તે મળી આવ્યા નથી. મૃતકની ઉંમર ૫૦ વર્ષ, રંગે શ્યામ, ચાઇ ૫.૫ ફૂટ, શરીરે બ્લ્યુ કલરની કાળી સફેદ આડી લાઇનિંગવાળું ટી-શર્ટ, તેની નીચે બ્લ્યુ કલરની ડિઝાઇનવાળી બીજી ટી-શર્ટ તથા કમરમાં સફેદ કલરનું જીન્સ પેન્ટ પહેર્યું છે.
ઉક્ત વર્ણનવાળા મૃતકોના જા કોઇ વાલીવારસો હોય તો વલસાડ રેલવે પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY