સુરત,તા.૨૫
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની નવી ઓફિસ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આજે ૨૬ ફેબ્રુઆરીના રોજ પાંડેસરા જીઆઈડીસી ખાતે ઓફિસના બાંધકામનું ભૂમિપૂજન કરવામાં આવશે. વર્ષોથી ભાડાની દુકાનમાં ચાલતી હતી
દિલ્હીગેટ બેલ્જીયન સ્કવેરમાં વર્ષોથી જીપીસીબીની ઓફિસ ભાડાની દુકાનમાં ચાલી રહી હતી.આ ઓફિસના કર્મચારીઓને મોટાભાગે શહેરના છેવાડાના વિસ્તારોમાં આવેલી જીઆઈડીસી અને પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ પર વોચ રાખવા માટે લાંબી મુસાફરી કરવી પડતી હતી. પાંડેસરા-સચીન-ઉધના વિસ્તારમાં સૌથી વધુ ફેક્ટરીઓ આવેલી છે. છેલ્લા લાંબા સમયથી જીપીસીબીની નવી કચેરી બનાવવા માટે આ વિસ્તારમાં જગ્યા શોધવામાં આવી રહી હતી. દરમિયાન જીપીસીબીને પાંડેસરા જીઆડીસીમાં જગ્યા ફાળવવા આવતા આજે વન મંત્રી ગણપત વસાવાના હસ્તે ભૂમિપૂજન કરવામા આવશે.
નવી જીપીસીબીની ઓફિસ ખાતે પ્રદૂષણ નિયંત્રણ કરવા માટે આધુનિક ઉપકરણો સાથેની લેબોરેટરી પણ બનાવવામાં આવશે. ફેક્ટરી વિરુદ્ધ પ્રદૂષણની ફરિયાદ બાદ લેવામાં આવેલા સેમ્પલોનું ચેકિંગ પણ સુરતની ઓફિસ ખાતે જ કરવામાં આવશે. પ્રદૂષણને લગતી તમામ ચેકિંગ કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



