પાંચ વર્ષ બાદ સૌ પ્રથમ વખત ૪૩૦ હિન્દુ લોકોને ધર્મપરિવર્તન કરવા સરકારની મંજૂરી

0
116

કાલે સુરતમાં બૌધ્ધ ધર્મ દીક્ષા અંગીકાર પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં સુરતના કલેક્ટર ડો. ધવલ પટેલ પણ હાજરી આપશે
સુરત, તા. ૧૭
તા. ૧૯/૧/૧૯ના રોજ શનિવારે ગોડાદરા મંગળ પાંડે કોમ્યુનિટી હોલ ખાતેયોજાનારા બૌધ્ધ ધર્મદીક્ષા અંગીકાર સમારોહમાં ચીફ કમિશનર સુબચ્ચન રામ સાહેબ અને સુરત જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલ ઉપસ્થિત રહેશે. એકી સાથે ૪૩૦ વ્યકિત બૌદ્ધ ધર્મ અપનાવશે.
મળતી માહિતી મુજબ ધર્મ પરિવર્તન માટે ૫૦૦થી વધુ વ્યકિતએ સુરત કલેક્ટરને અરજી કરી હતી. આખરે પાંચ વર્ષબાદ ૪૩૦ વ્યકિતને બૌદ્ધ ધર્મ અપનાવવા માટેની અરજી મંજૂર કરવામાં આવી હતી. જેને પગલે બૌદ્ધ ધર્મ દીક્ષા અંગીકાર સમિતિના કન્વીનર પરિક્ષીત રાઠોડ, રાજેશ સૂર્યવંશી, ઉખડુ લાલચંદ, નારાયણ જાદવ, વિષ્ણુ જગદેશ વિગેરેએ બૌદ્ધ ધર્મ સ્વીકારનાર ૪૩૦ વ્યકિતને પ્રમાણપત્ર વિતરણ કરવા માટે તા. ૧૯મી શનિવારે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહનું ઉદ્દઘાટન કલેક્ટર ડો. ધવલ પટેલ કરશે. જ્યારે ચીફ કમિ. ઈન્કમટેક્ષ સુબચ્ચન રામ સાહેબ મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેશે. સુરત શહેરમાં પ્રથમ વખત બૌદ્ધ ધર્મ દીક્ષા અંગીકાર સમારોહ સુરત શહેરમાં થઈ રહ્ના છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY