સુરત,તા.૨૫
પુણા વિસ્તારમાં તલાટી ઓફીસ પર સોમવારે સવારે સ્થાનિક લોકોએ હોબાળો મચાવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. મતદાર યાદીમાં સુધારા વધારા માટે સોમવારે સવારથી જ લોકોની મોટી લાઇન હોવા છતાં કચેરીમાં એક કર્મચારી કામ કરતો હોવાનું લોકોએ જણાવ્યું હતું.
પુણા વિસ્તારમાં આવેલી સોસાયટીઓના લોકો વર્ષ ૨૦૧૯ લોકસભા પહેલાં મતદાર યાદીમાં નામ ઉમેરવા કે સુધારવા તલાટી કચેરીએ લાઇનમાં ઉભા હતા. જાકે, એક જ બારી પર ફોર્મ સ્વિકારવામાં આવતા લોકો રોષે ભરાયા હતા. અને લોકો દ્વારા મોબાઈલમાં વીડિયો બનાવવામાં આવતા કચેરીના સાથી કર્મચારીઓ કામે લાગ્યા હોવાનું પણ લોકોએ જણાવ્યું હતું.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી મતદાર યાદીમાં નામ ઉમેરવા અને સુધારવા માટે લોકો લાઈનમાં ઉભા છે. વોર્ડમાં કોઈ કર્મચારી હાજર ન હોવાના કારણે લોકો કલાટી કચેરીએ આવ્યા છે. જ્યાં પણ એક જ બારી પર ફોર્મ સ્વિકારવામાં આવે છે. જેથી લાંબી લાઈન લાગી ગઈ છે. સ્ટાફ વધારવામાં આવે તો લોકોને પરેશાનીમાંથી બહાર લાવી શકાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




