ટ્રકમાંથી રૂ. ૫૫ હજારની મતાની ચોરી

0
49

સુરત, તા. ૨૬
પરવત પાટિયા અમેજીયા વોટર પાર્ક પાસે પાર્ક કરેલી એક ટ્રકમાંથી તાડપત્રી, ટોમી, ટાયર તથા રોકડા રૂપિયા મળી કુલ્લે ૫૫ હજારની મતાની ચોરી કરી ટ્રક ચાલક ફરાર થઇ ગયો હોવાની એક ફરિયાદ ટ્રાન્સપોર્ટ માલિકે આપી હતી.
પુણા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ રાજસ્થાનના સીકર જિલ્લાના વતની અને હાલમાં અડાજણ ચોકસીના વાડી પાસે રહેતા શંકરલાલ શર્મા પોતે ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. તેમણે પુણા પોલીસ મથકમાં નોîધાવેલી એક ફરિયાદમાં જણાવ્યું હતું કે, હરિયાણા રાજ્યના મેવાત જિલ્લાના વતની આરીફ ખાને પરવટ પાટિયા બીઆરટીએસ રોડ પર અમેજિયા પાર્ક પાસે ડુંભાલ ટ્રાન્સપોર્ટ પાસે પાર્ક કરેલી ટ્રક નંબર આરજે-૧૪-જીએફ-૫૯૯૦ માંથી રૂ. ૧ હજારની તાડપત્રી ટોમી-જેક ૨,૦૦૦, ટાયર કિંમત ૬,૦૦૦, ૧૬ હજાર રુ.નું ડીઝલ તથા રોકડા રૂ. ૩૦ હજાર મળી કુલ્લે ૫૫ હજારની મતાની ચોરી કરી આરીફખાન ફરાર થઈ ગયો હતો. ટ્રાન્સપોર્ટ માલિક શંકરલાલ માગીલાલ શર્માએ પુણા પોલીસ મથકમાં ફરિયાદનોîધાવતા પોલીસે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY