ઉધનામાં કારખાનામાંથી કારીગર રૂ. ૧.૮૫ લાખની મતા ચોરી ગયો

0
8

સુરત, તા. ૨૬
ઉધના સ્થિત હરિનગર-૧ની પાછળ ધર્મયુગ સોસાયટીના ખાતા નં. ૨૭૭માં કામ કરતો કારીગર સિલાઈ મશીન સહિત કુલ રૂ. ૧.૮૫ લાખની મતાની ચોરી કરી ફરર થઈ ગયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઉધના વિસ્તારના હરિનગર-૧ની પાછળ ધર્મયુગ સોસાયટીના ખાતા નં. ૨૭૭માં ટ્રોલીબેગ બનાવવાનું કારખાનું આવેલું છે. આ કારખાનામાં કામ કરતો કારીગર ચાચુ ઉર્ફે કલમી રહે. લીંબાયત મીઠી ખાડી પાસે ગઈકાલે છોટા હાથી ટેમ્પો લાવી કારખાનામાંથી ૧૦૦ નંગ ટ્રોલી બેગ રૂ. ૪૦,૦૦૦ કાચુ પીસનું મટીરિયલ ૩૦૦ નંગ કિ. રૂ. ૧,૨૦,૦૦૦ બેગ બનાવવાનું સિલાઈ મશીન કિ. રૂ. ૧૦,૦૦૦ રો-મટીરિયલ કિ. રૂ. ૧૫૦૦૦ મળી કુલ રૂ. ૧,૮૫,૦૦૦ની મતા ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ચોરીના બનાવ અંગે હિતેશભાઈ મણીલાલ ડુંગાણી રહે. ૧૦૨ નેમીનાથ એપાર્ટમેન્ટ પટેલ ફળિયુ. કતારગામ એ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY