૩જી માર્ચના રોજથી કાર્યક્રમનો પ્રારંભ થશે
સુરત, તા.૨૬
બ્રહ્માકુમારી મજુરાગેટ સેવાકેન્દ્ર દ્વારા શિવરાત્રિના પાવન પર્વ પર સુંદર કાર્યક્રમ સાથે મહાશિવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પર્વના કાર્યક્રમની સંપૂર્ણ માહિતી આપતા સેવાકેન્દ્રના સંચાલિકા બ્ર.કુ. સોનલબેને અખબારી યાદીમાં જણાવ્યું હતું કે મહોત્સવનું ઉદ્ઘાટન મેયર ડૉ. જગદીશભાઈ પટેલના વરદ હસ્તે થશે. જ્યારે મહાશિવરાત્રિનું આધ્યાત્મિક રહસ્ય તથા દ્વાદશ જ્યોતિલિગમનું મહાત્મ્ય, બ્ર.કુ. સોનલબેન સમજાવશે. આ સેવાનું મુખ્ય આકર્ષણ સર્વધર્મ આત્માઓના પિતા પરમપિતા શિવ પરમાત્માની ચૈતન્યઝાંખી દર્શન, જ્યોતિલિગમ દર્શન તેમજ વિશ્વ નવનિર્માણ પ્રદર્શની રહેશે.
ઉદ્ïઘાટન સમારંભ તા.૩ માર્ચ ૨૦૧૯ રવિવાર સાંજે ૬.૩૦ કલાકે રહેશે. તા.૩-૪-૫ માર્ચ ત્રણ દિવસ માટે કાર્યક્રમ સાંજે ૬.૩૦ થી ૧૦.૦૦ કલાક દરમ્યાન રહેશે. જેનું સ્થળ પાંજરાપોળ ટ્રસ્ટ પ્લોટ, પૂનમ નગર સોસાયટીની પાસે, વિવેકાનંદ ગાર્ડનની સામે ભટાર રોડ સુરત રહેશે.
ત્યારબાદ રાજયોગ અનુભૂતિ શિબિર તા.૬-૭-૮ ત્રણ દિવસ માટે રહેશે. સમય સવારે ૭.૦૦ થી ૮.૦૦ અને સાંજે ૭.૦૦ થી ૮.૦૦ રહેશે. જેનું સ્થળ બ્રહ્માકુમારીઝ આત્મદર્શન બ્રહ્માકુમારીઝ માર્ગ મજુરાગેટ રહેશે અને વેસુમાં સાંજે ૫.૦૦ થી ૬.૦૦ એસ-૬૩ સોમેશ્વર એન્કલેવમાં રહેશે. આ સમગ્ર કાર્યક્રમ નિઃશુલ્ક રહેશે. વધુ વિગત માટે ફોન ૨૨૩૪૪૪૧ તેમજ ૯૭૨૭૮૮૮૭૩૦ પર સંપર્ક કરવો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



