સુરત, તા. ૨૭
ગતરોજ ભારતીય વાયુસેના દારા એલઓસી પાર કરીને પીઓકેમાં આતંકી છાવણી ઉપર બોમ્બ બોર્ડિંગ કરીનેડ આતંકીઓનો નાશ કયો હતો. વાયુસેનાની બહાદુરીને ગત આખો દિવસ દેશવાસીઓ દ્વારા બિરદાવવામાં આવ્યા બાદ આજે ફરી ભારત-પાક વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ નિર્માણ થઇ છે. સોશિયલ સર્કલ પાસે જાગૃત નાગરિકો દ્વારા પાકિસ્તાનનો ધ્વજ સળગાવી આક્રોશ વ્યકત કર્યો હતો.
આજે સવારે જમ્મુ કાશ્મીરના નૌસેરા સેક્ટર ખાતે પાકિસ્તાની ફાઈટર પ્લેન ભારતીય સીમાનુ ઉલ્લંઘન કરતા એરફોર્સ વળતો જવાબ આપ્યો હતો. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના એફ-૧૬ વિમાનને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ભારત અને પાકિસ્તાનના સીમાવર્તી એરપોર્ટ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યા છે. બુધવારે સવારે ભારતી વાયુસેનાનું જેટ પ્લેન બડગામ ખાતે ટેકનિકલ ખામીથી તૂટી પડતા શ્રીનગર, જમ્મુ, લેહ, ચંદીગઢ અને અમૃતસર એરપોર્ટ નાગરિક ઉડ્ડયન માટે બંધ કરવામાં આવ્યા હતા. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી પણ આજનો નિર્ધારિત કાર્યક્રમ ટૂકાવીને એનએસએ અજીત ડોભાલ અને રક્ષા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આજે સવારથી બપોર સુધીના આ ઘટનાક્રમથી સરહદ પર તણાવપૂર્ણ પરિસ્થિતિ નિર્માણ થઈ રહેલ બેઠક અને તેના નિર્ણયની રાહ જોવા ટીવી સામે ગોઠવાયા હતા. પાકિસ્તાનની નાપાક હરકતોથી શહેરીજનોમાં આજે પણ ભારે રોષ જોવા મળ્યો હતો. આજે બપોરે ઉધના મગદલ્લા રોડ સોસિયો સર્કલ પાસે જાગૃત નાગરિકો દ્વારા પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ સળગાવીને પોતાના સક્રિય વ્યકત કર્યો હતો. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં વિવિધ સંગઠનો અને સંસ્થાઓએ પણ પાકિસ્તાનનો વિરોધ વ્યકત કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




