સુરત, તા. ૨૭
કામરેજ નેશનલ હાઈવે રોડ પરથી પસારથી એક લકઝરી બસમાં આર્કિટેક યુવતિની છેડતી કરી હોવાની એક પોલીસ ફરિયાદ લકઝરી બસના ચાલક વિરુદ્ધ નોંધાવી હતી. પોલીસે છેડતીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ નાસિક-સાતપુર સુયડોજીત નગર ખાતે રહેતી અને આર્કિટેક મહિલા નિતા ટ્રાવેર્લ્સ લકઝરી બસ (જીજે-૦૩-બીવી-૯૨૪૪)માં બેસી મુસાફરી કરતા હતા. ત્યારે લકઝરી બસના ચાલક રીઝવાન બારી પરના પડદા હટાવી મહિલાના ગુપ્તાંગો સાથે શારીરિક અડપલા કર્યા હતા. કામરેજ પોલીસ મથકમાં મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી-૩૫૪ મુજબનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




