તેમની સરકારે ચાલુ વર્ષે ૧.૨ કરોડ રોજગારીઓનું સર્જન કર્યું છે
સુરત, તા.૨૭
ન્યૂઝ૧૮ રાઇઝીંગ ઇન્ડિયા સંમીટની બીજી આવૃત્તિમાં પોતાના સંબોધનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે “આશરે ૧.૨ કરોડ રોજગારીઓનું નેશનલ ડેમોક્રેડિક એલાયંસ સરકાર હેઠળ સર્જન કરવામાં આવ્યું છે.”
આ બાબતના સમર્થનમાં તેણે એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ (ઇપીએફઓ) અને એમ્પ્લોયીઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (એસિક)નો ડેટા ટાંક્યો હતો. ઇપીએફઓ અને એસિકના ડેટામાં ૫૦ ટકા ઓવરલેપને ધારતા તેમણે કહ્યું હુતં કે દર મહિને ૧૦ લાખ રોજ”ારીઓનું સર્જન થયું છે, તે ગણતા વર્ષમાં ૧.૨ કરોડ રોજગારીઓ ઊભી થઇ છે.
“આ ફક્ત થોડા હજ્જારો લોકોનું સર્વેક્ષણ નથી જે આંકડાઓ પ્રદાન કરે છે, આ વાસ્તવિક ડેટા છે” એમ વડાપ્રધાને જણાવ્યું હતું. માનનીય વડાપ્રધાન રાઇઝીંગ ઇન્ડિયા સંમીટ ખાતે બોલી રહ્યા હતા જે ભારતમાં વૈશ્વિક સમાચાર અને વર્તમાન બાબતો અંગે અત્યંત આશાસ્પદ ગણાય છે. રાઇઝીંગ ઇન્ડિયા દેશના સૌથી મોટા ન્યૂઝમેકર અને શ્રેષ્ઠ આઇડીયા માટેનું ચડીયાતુ ફોરમ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



