કરીના કપૂર ખાન સ્વસ્થ ઈમ્યુનાઈઝડ ઈન્ડિયા ઝુંબેશનો ચહેરો બની

0
29

ઝુંબેશ રસીકરણ વિશે જાગૃતિ ફેલાવવાનું લક્ષ્ય
સુરત, તા.૨૭

નામાંકિત અભિનેત્રી કરીના કપૂરને રાષ્ટ્રવ્યાપી રસીકરણ અને લસીકરણ ઝુંબેશ સ્વસ્થ ઈમ્યુનાઈઝ્ડ ઈન્ડિયા માટે કેમ્પેઈન એમ્બેસેડર તરીકે જાહેર કરવામાં આવી છે. નેટવર્ક૧૮ સાથે સહયોગમાં દુનિયાની સૌથી મોટી રસીની ઉત્પાદકમાંથી એક સેરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા રજૂ કરવામાં આવેલી આ ઝુંબેશ આરોગ્યવર્ધક ભારત પ્રેરિત કરવા માટે નાનપણમાં રસીકરણની જરૂર સંબંધમાં જાગૃતિ ફેલાવવા માટે મજબૂત નેટવર્ક નિર્માણ કરવા પર કેન્દ્રિત છે.
આ ઝુંબેશ વિશે બોલતાં કરીના કપૂર ખાને જણાવ્યું હતું કે સ્વસ્થ ઈમ્યુનાઈઝ્ડ ઈન્ડિયા રસીકરણના મહ¥વ પર પરિવારોને પ્રોત્સાહન આપવા અને માહિતગાર કરવા અને બાળકોને આરોગ્યવર્ધક જીવન આપવા માટે ઉત્તમ પહેલ છે. આ કાજ માતા તરીકે મારા મનની અત્યંત નજીક છે, કારણ કે હું પણ મારા સંતાનને રસી આપીને ખતરનાક રોગોથી દૂર રાખવાનું મૂલ્ય જાણું છું. આપણા દેશમાં પહોંચક્ષમતા અને એફોર્ડેબિલિટીના અભાવને લીધે હજુ પણ મોટી સંખ્યામાં નવજાતનાં મૃત્યુ થાય છે. આથી જ આપણે એકત્ર આવવાની અને પરિવર્તનકારી બનવાની જવાબદારી લેવાનો સમય આવી ગયો છે. હું ખરેખર અડાર અને નતાશા પૂનાવાલાની સેરમ ઈન્સ્ટિટયૂટ અને નેટવર્ક૧૮ સાથે આ પ્રવાસનો હિસ્સો બનવા માટે ભારે ખુશ છું અને સન્માનિત લાગણી થાય છે. મને આશા છે કે આ ઝુંબેશ થકી અમે આરોગ્યવર્ધક ભારત પ્રેરિત કરવા માટે દરેક વાલીઓને માહિતગાર અને પ્રભાવિત કરી શકીશું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY