સ્થાયી સમિતિમાં વેડ-વરિયાવ તાપી બ્રિજ, સિદ્ધાર્થ નગર રેલવે બ્રિજના ટેન્ડરને મંજૂરી

0
13

સુરત, તા. ૨૮
લોકસભા ચૂંટણીની આચારસંહિતા ગમે ત્યારે લાગુ પડે તેવી શક્યતાને ધ્યાને રાખીને સુરત મનપાના શાસકો દ્વારા આજે ગુરૂવારે સવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં રેગ્યુલર એજન્ડાના ૩૨ કામોત તેમજ વધારાના ૧૨ કામો ઉપર ગણતરીના મિનિટોમાં ચર્ચા કરી કામોને મંજૂરી આપી હતી. જેમાં મુખ્યત્વે વેડ-વરિયાવ તાપી નદી પરનો બ્રિજ, સિદ્ધાર્થ નગર રેલવે ઓવરબ્રિજ તેમજ વરાછામાં લક્ષ્મણનગરની કરંજ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન સુધી ગંદી ગોબરી ખાડીને રિમોડલીંગના કરોડોના ટેન્ડર મંજૂર કર્યા હતાં.
સ્થાયી સમિતિ અધ્યક્ષઅનિલ ગોપલાણીના જણાવ્યા અનુસાર સરદાર બ્રિજને લાગુ અઠવા ફલાય ઓવર બ્રિજના રીપેરીંગ રિહેબીલટેશન માટે ૨.૯૫ કરોડના ટેન્ડર મંજૂર કરી દીધા હતા. આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હાથે વરાછા ખાડી, વેડ વરિયાવ બ્રિજ તેમજ સિદ્ધાર્થનગર બ્રિજનું ખાતમુહૂર્ત હોવાથી આ કામોને પ્રાયોરિટી આપી આજની સ્થાયી સમિતિમાં મંજુરી આપવામાં આવી છે.
મનપા દ્વારા વરાછા લક્ષ્મણનગરથી શરૂ થઈ ઉધના જીવન જ્યોત સુધી ૮.૨૫ કિલોમીટર સુધીની લંબાઈમાંથી પસાર થતી ખાડીને સ્માર્ટ પ્રોજેક્ટ અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે. વરાછા વિસ્તારના સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો અને મેયરની માંગણીને ધ્યાનમાં રાખીને વરાછા ખાડીને લક્ષ્મણનગરથી કરંજ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી ૨.૮૫ કિલોમીટર સુધી ૧૨૩.૮૩ કરોડના ખર્ચે રિડેવલોપ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેડ વરિયાવને જોડવા તાપી નદી ઉપર ૧૧૭ કરોડનો બ્રિજ તેમજ આ બ્રિજ માટે ૩૫ કરોડની જમીન સંપાદન કરવાનો અને લગભગ ૩૦ કરોડની ખર્ચે ભેસ્તાન સિદ્ધાર્થનગર અને લીંબાયતના ડીંડોલી ખાતે કરાડવાને જાડતો રેલવે ઓવરબ્રિજને પણ સ્થાયીïની મંજૂરી આપવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY