સરથાણા પાસેથી વિધવાના ગળામાંથી ચેઈનની લૂંટ

0
28

અજાણ્યા મો.સા. ચાલક સામે લૂંટનો ગુનો દાખલ
સુરત, તા. ૨૮
સરથાણા જકાતનાકા પાસેથી પસાર થઈ રહેલી એક નિવૃત્ત વિધવાના ગળામાંથી સોનાની ચેઈનની લૂંટ ચલાવી મોટર સાઈકલ પર આવેલા બે અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ સરથાણા પોલીસ મથકે નોધાયો હતો. પોલીસે લૂંટનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સરથાણા જકાતનાકા સ્ટાર સિટી સોસાયટી ખાતે અમરતબેન મોહનભાઈ કુકડિયા રહે છે. તેઓ વિધવા અનેડ નિવૃત્ત છે. ગતરોજ તેઅો સરથાણા જકાતનાકા ડી માર્ટ પાસેથી પસાર થતા હતા ત્યારે અજાણ્યા બે ઈસમો મોટર સાઈકલ પર આવી વિધવાના ગળામાંથી બે તોલાની સોનાની ચેઈનનીલૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. વિધવા એ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પોલીસે ગુનો લૂંટનો ગુનો નોîધી ગુનાવાળી જગ્યાનું પંચનામુ કર્યુ હતું.આ સાથે સાથે ગુનાવાળી જગ્યાની આસપાસના વ્યકિતઓના ગુનાવાળી જગ્યાની આસપાસના વ્યકિતઓના પણ નિવેદનો નોîધ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY