સુરત અને રેલવે સ્ટેશન પર વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરતા મુકુલ જૈન

0
5

ઈન્ચાર્જ ડીઆરએમ જૈન ઉધના સ્ટેશનથી વલસાડ રવાના
સુરત, તા. ૧૧
માસિક ઈન્સ્પેકશન માટે આવેલા મુંબઈ ડિવિઝનના ઈનચાર્જ ડી.આર.એમ. મુકુલ જૈને સુરત રેલવે સ્ટેશન અને ઉધના રેલવે સ્ટેશનની કામગીરી અંગેની નિરીક્ષણ કરી વલસાડ રવાના થયાં હતા. આજે ડીઆરએમ મુકુલ જૈનની મુલાકાત પહેલાં સુરત રેલવે સ્ટેશન ચોખ્ખુ ચણાંક થઇ ગયું હતું. કામગીરીની સમીક્ષા દરમિયાન ઈનચાર્જ ડીઆરએમ મુકુલ જૈને સુરત રેલવેના અધિકારીઅોને જરૂરી સૂચનાઅો આપી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે ૬-૩૦ કલાકે લોકલ ટ્રેન મારફતે ઈનચાર્જ ડીઆરએમ મુકુલ જૈન કાફલા સાથે સુરત આવ્યા તા. બપોર બાદ વાગ્યા સુધી સુરત અને ઉધના રેલવે સ્ટેશનના અધિકારીઅો સાથે બેઠક કરી કામગીરીની સમીક્ષા કરી હતી. રેલવે સૂત્રોના જણાવવા મુજબ આ માસિક કામગીરીની સમીક્ષા ડીઆરએમ દ્વારા કરવામાં આવતી હોય છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY