અંકલેશ્વરની મહાવીર ચોકડી ખાતેથી પહાડી પોપટ વેચતા ૪ લોકો ઝડપાયા.

0
10

શિડ્યુલ ૪માં આવતા ૨૦ પહાડી પોપટ વન વિભાજે કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી.

અંકલેશ્વર ખાતે પહાડી પોપટ વેચવા ફરતા ૪ શખ્સોને મુંબઈ વન્ય જીવ અપરાધ નિયંત્રણ બ્યુરો અને અંકલેશ્વર વન વિભાગે ઝડપી પાડી તેમના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર શિડ્યુલ ૪માં આવતા ૨૦ જેટલા પોપટની ડીલેવરી કરવા આવતા અજય ભરત ધીવાળા, રણા શિવજીતસિંહ રણજીતસિંહ, દિગ્વીજયસિંહ આર સોલંકી, અજયના પિતા કચ્છુ ધીવાલા તમામ રહે ભરૂચનાઓ આજરોજ અંકલેશ્વર ખાતે ૨૦ જેટલા પહાડી પોપટ લઈ મહાવીર ચોકડી નજીક વેચાણ અર્થે ડીલેવરી માટે આવ્યા હતા.જેમને મુંબઇ વન્યજીવ અપરાધ નિયંત્રણ બ્યુરો અને અંકલેશ્વર વન વિભાગના અધિકારી જે.પી.ગાંધી અને તેમની ટીમ દ્વારા રંગે હાથ ઝડપી પાડી તેમની આકરી પુછ્તાછ કરતા અજય અને તેના પિતા ભરૂચથી આ પોપટ લાવી અને રણા શિવજીત અને સોલંકી દિગ્વીજયસિંહને ડિલેવરી માટે મોકલ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. વન વિભગની ટીમે ચારેવની અટકાયત કરી તેમના વિરૂધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY