સુરત, તા.૧
ભારતીય વીંગ કમાન્ડર અભિનંદનને ગત ૨૭મીએ પાકિસ્તાને પકડી લીધો હતો. આજે સાંજ સુધી વાઘા બોર્ડર પર અભિનંદનને મુકત કરવામાં આવે તેવી શક્યતા પ્રબળ બની છે. વીર બહાદુર યોદ્ધા અભિનંદનને આવકારવા માટે સમગ્ર દેશવાસીઓ આતુર છે. પળપળના સમાચાર જાણવા લોકો સવારથી જ ટીવી સેટસ સામે ગોઠવાયો છે.
વીંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન ગત ૨૭મીએ ભારતીય સીમામાં પ્રવેશેલા પાકિસ્તાનના એફ-૧૬ વિમાનનો પીછો કરી ઉડાવી નાખ્યુ હતું. આ સમગ્ર ઘટના ક્રમમાં ભારતીય વાયુ સેનાનું મીગ ૨૧ ક્રેશ થઈની પીઅોકેમાં પડયું હતું તે દરમિયાન કમાન્ડર અભિનંદન પાકિસ્તાનના કબજામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના ક્રમ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારત સરકાર દ્વારા પાકિસ્તાન ઉપર વૈશ્વિક દબાણ લાવતા ૨૮મી ફેબ્રુઆરીની સાંજે પાકિસ્તાનની પ્રધાનમંત્રી ઈમરાન ખાન દ્વારાકમાન્ડ અભિનંદનને ૧લી માર્ચે છોડી દેવાનીï જાહેરાત કરી હતી. ભારતીય વાયુ સેનાનો બહાદુર જવાન અભિનંદનની પાકિસ્તાનમાં થયેલ પૂછપરછ દરમિયાન તેને દેશની સુરક્ષાને પ્રાથકિતા આપી હતી. અભિનંદન વર્ધમાનને વાઘા -અટારી બોર્ડરથી ભારતને સોîપવામાં આવશે. તેવી જાહેરાત થતા આજે સવારથી જ દેશવાસીઓ સારા સમાચાર જાણવા માટે ટીવી સેટસ સામે ગોઠવાઈ ગયા હતા. બપોરે ૧ વાગ્યા સુધીમાં કમાન્ડર અભિનંદન ઈસ્લામબાદથી લાહોર સુધી હવાઈ માર્ગે લાવવામાં આવ્યા હોવાના સમાચાર જાણવા મળ્યા છે. લાહોરથી બાય રોડ વાઘા બોર્ડર સુધી લાવીને પાકિસ્તાન કમાન્ડર અભિનંદનને ભારતને સોપશેï. વાઘા બોર્ડર ખાતે દર સાંજે ૫ વાગ્યાના સુમારે બીટીંગ ધ સ્ટ્રીટ સેરેમની દરમિયાન બન્ને દેશોના ગેટ થોડા સમય માટે ખુલતા હોય છે. અ સમયે જ પાકિસતાન વીંગ કમાન્ડર અભિનંદનને મુકત કરી ભારતને સોîપે તેવી શક્યતા પ્રબળ બની છે. આ દરમિયાન ભારત સરકાર દ્વારા વીંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને બાય એર મોકલવાની વાત પાકિસ્તાને નકારી કાઢી હતી. વાયસેના દ્વારા પોતાનું વિશેષ વિમાન ઈસ્લામબાદ મોકલવાની ઓફર કરી હતી. જે પાકિસ્તાને નકારી હતી. આજે સાંજ સુધી પાયલોટ અભિનંદન સકુશળ ભારત પાછો ફરશે ઓને તેના સમગ્ર દેશ વધાવી લેશે. પળપળના સમાચાર જાણવાï લોકો સવારથી ટીવી સેટ સામે ગોઠવાયા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



