એસટીની હડતાળ પછી સરકાર અને સંકલન સમિતિ વચ્ચે વાટાઘાટો શરૂ થઈ

0
16

સુરત, તા.૧
ગત સપ્તાહ પૂર્વે એસ.ટી. નિગમના કર્મચારીઅો વિવિધ માંગણીના મુદ્દે બેથી ત્રણ દિવસ હડતાળ પર ગયા હતા. જેના કારણે સુરત સહિત સમગ્ર ગુજરાત રાજ્યના એસટી બસના પૈડાં થંભીર ગયા હતા. સરકારની મધ્યસ્થી બાદ હડતાળ સમેટાઈ ગયા બાદ સરકાર અને સંકલન સમિતિની વચ્ચે પ્રથમ વાટાઘાટો શરૂ થઈ હતી, પરંતુ સાતમા પગાર પંચના મુદ્દે બંને વચ્ચે મડાગાંઠ સર્જાતા મીટિંગના દૌર આગળ ચાલી શકયો ન હતો. પરંતુ લોકસભાની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડે તે પહેલાં બન્ને વચ્ચે ફરી એકવાર મીટિંગ મળવાની શક્યતા ઑ રહેલી હોવાનું સુરત એસટી કર્મચારી યુનિયનના અગ્રણી કૌશલ દેસાઈ અને રશીદ શેખે જણાવ્યું હતું.
તેમણ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષોથી સરકાર પાસે રજૂ કરવામાં આવેલી સાતમા પગા પંચ સહિત અનેïક માંગણીઓનું નિરાકરણ ન આવતા રાજ્યની એસટી સંકલન સમિતિ દ્વારા ગત સપ્તાહપૂર્વે રાજ્યના એસટીના ચક્કાજામ કરી હડતાળનું એલાન આપવામાં આવ્યુ઼ હતું. બે-ત્રણ દિવસ ચાલેલી હડતાળ બાદ આ હડતાળ સરકાર દ્વારા લેખિતમાં બાંયધરી આપવામાં આવતા હડતાળ સમેટી લેવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યના નાણામંત્રી નીલિન પટેલ, એસટી નિગમના એમ.ડી. અને વાહન વ્યવહાર વચ્ચે એસટી નિગમની સંકલન સમિતિ વચ્ચે એક મીટિંગ યોજાઈ હતી. એસ.ટી. સંકલન સમિતિ દ્વારા તા. ૧/૧/૨૦૧૬થી સાતમા પગાર પંચના અમલની માગણી કરવામાં આવી હતી. જ્યરે સરકાર ૧/૧/૨૦૧૮થી સાતમા પગાર પંચનો અમલ કરી કર્મચારીઓને આપવાની વાત કરે છે. મીટિંગમાં મડાગાંઠ સર્જાતા હવે પછી બીજી મટિંગ આ સપ્તાહમાં યોજાય તેવી શક્યતાઓ હોવાનું જાણવા મળે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY