મુંબઈ,તા.૧૪
સદ્ગત અભિનેત્રી શ્રીદેવી અને ફિલ્મ સર્જક બોની કપૂરની પુત્રી જાન્હવીને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટનો પહેલો કરાર મળ્યો હોવાની માહિતી મળી હતી.
કરણ જાહરની ધડક ફિલ્મથી જાન્હવીએ અભિનય ક્ષેત્રે ડેબ્યુ કર્યું હતું. એની સાથે શાહિદ કપૂરના સાવકા ભાઇ ઇશાન ખટ્ટરે પણ આ જ ફિલ્મમાં ડેબ્યુ કર્યું હતું. જાન્હવીની પહેલાં ઇશાનને આવો કરાર મળ્યો હતો.
એને એક સોફ્ટ ડ્રીન્ક કંપનીએ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કર્યો હતો. હવે જાન્હવીને એક કોસ્મેટિક કંપનીએ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કરી હતી.
જાન્હવીએ કહ્યું કે હું એક અભિનેત્રી છું અને મારે પાત્રને રજૂ કરવા માટે મેકપ કરવાનો હોય છે. એ સંદર્ભમાં જુઓ તો મને કોસ્મેટિક કંપનીએ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કરી એથી હું ઉત્તેજિત છું. મેં અભિનેત્રી હોવાથી જ આ બ્રાન્ડ સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો.
એક સૂત્રે કહ્યુ કે પાડોશમાં રહેતી સીધી સાદી યુવતીને પસંદ પડે એવી બ્રાન્ડ સ્વીકારીને જાન્હવીએ પોતે કેવી ફિલ્મો હવે પછી કરવાની છે એનો આડકતરો અણસાર આપી દીધો હતો. એની પહેલી ફિલ્મ હિટ નીવડી હતી.
હવે જાન્હવી કરણ જાહરની જ મુઘલ શહેનશાહના સમયની ફિલ્મ તખ્તમાં પ્રિન્સેસનો રોલ કરવાની છે.(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




