ઉત્તર દિશા તરફથી ગરમ પવન ફૂ઼કાવાની સાથે દક્ષિણ ગુજરાતમાં ગરમી વધી

0
4

નવસારીમાં ૧૨ ડિગ્રી, વલસાડમાં ૧૫ ડિગ્રી અને સુરતમાં ૧૭ ડિગ્રી ન્યુનત્તમ તાપમાન
સુરત, તા.૨
સમગ્ર ઉત્તર ભારતના હવામાનમાં આવેલ પલટાના લીધે રાજ્યના તાપમાનમાં છેલ્લા ત્રણ દિવસથી વધઘટ થઈ રહી છે. આજે સવારથી ઉત્તર દિશાથી ગરમ પવન ફૂંકાતા ગરમીનો પારો ઉંચો ચડી રહ્ના છે. આગામી દિવસોમાં માર્ચ મહિનાની ગરમીનો સામનો કરવો પડે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે શહેરનું અધિત્તમ તાપમાન ૩૩.૨ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૭૩.૬ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૪૬ ટકા અને હવાનું દબાણ ૧૦૧૦.૭ મીલીબાર નોંધાયું છ. શહેરમાં ઉત્તર-પૂર્વ દિશાથી કલાકના ૩ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે. ગતરોજની સરખામણીએ આજે શહેરના તાપમાનમાં ૩ ડિગ્રીનો વધારો નોંધાયો છે. આગામી દિવસોમાં ઉત્તર દિશાથી ગરમ પવન ફૂંકાવાની સાથે ગરમીમાં વધારો થાય તેવી પૂરી શક્યતા છે.
નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૧૨.૫ ડિગરી નોંધાયું છે. ગતરોજની સરખામણીએ આજે અડધા ડિગ્રી તાપમાન વધ્યું છે. વલસાડ હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૧૫.૧ ડિગ્રી નોંધાયું છે. દક્ષિણ ગુજરાતના તાપમાનમાં આજે વધારો નોંધાયો છે. આગામી દિવસોમાં તાપમાન વધે તેવી પૂરેપૂરી શક્યતા છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY