૧૮ લાખનું કેમિકલ ભરેલ ટેન્કર સાથે ચાલક નાસી છૂટયો

0
8

સુરત, તા.૨
હજીરા અદાણી પોર્ટ ઉપરથી મોનો ઈથાઈલ ગ્લાઈકોલ કેમિકલ ભરેલુ઼ ટેન્કર લઈને ટેન્કર ચાલક ભાગી ગયોï.
હજીરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગત ૨૪/૨/૨૦૧૯ના રોજ એમ.આર. શાહ લોજિસ્ટક પ્રા.લિ.નું ટેન્કર જીજે-૧૨-ઝેડ-૩૩૬૫ હજીરા અદાણી પોર્ટથી રવાના થયું હતું. આ ટૈન્કરમાં ૧૮.૬૮ લાખની કિંમતનો ઈથાઈલ ગ્લાઈકોલ કેમિકલ સાથે ચાલક ગુરૂપ્રિતસિંગ સુરજીતસિંગ જાટ ઉ.વ. ૨૯ રવાના થયો હતો. ગતરોજ ૧/૩/૨૦૧૯ સુધી ટેન્કર ચાલક નિર્ધારિત જગ્યાએ ડિલીવરી માટે ગયો પહોંચ્યો ન હતો. આ બનાવ અંગે ઠારામ વાલારામ ચૌધરી ઉ.વ. ૨૮ રહે. એચ/૪ ક્રિષ્ણા કોમ્પ. રિલાયન્સ કોલોની ક્રિષ્ણાનગર ઓલપાડ દ્વારા હજીરા પોલીસ મથકમાં ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આશરે ૧૦ લાખની કિંમતનું ટેન્કર અને ૧૮.૬૮ લાખનું કેમિકલ મળી કુલ ૨૮.૬૮ લાખનો મુદ્દામાલ લઈ જઈ કેમિકલ કયાંક સગેવગે કરી નાખી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનો ગુનો નોîધાવ્યો છે. હજીરા પોલીસે ગુનો નોંધી નાસી છૂટેલ ટેન્કર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY