સુરત, તા.૨
વરાછા લંબે હનુમાન રોડ એ.પી.આર. કોમ્પલેક્ષમાં આવેલ ઈન્ડસઈન બેન્કનું એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કરનાર ચોર રંગે હાથ ઝડપાઈ ગયો હતો.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વરાછા એએચ રોડ મેહુલભાઈના ખાતામાં કામ કરતો વિક્રમ સંજય કિર્તનીયા ગત તા. ૧/૩/૧૯ ના રોજ રાત્રે એક વાગ્યાની સુમારે ઈન્ડસઈન બેન્કના એટીએમ રૂમમાં ઘૂસી જઈ લોખંડની હથોડીથી કેમેરાને નુકસાન કરી મશીનની તિજોરી તોડવાનો પ્રયાસ કરી ચોરી કરવાની કોશિષ કરી હતી. પરંતુ પૈસા નહીં નીકળતા ભાગવા જતા ઝડપાઈ ગયો હતો. વરાછા પોલીસે આરોપી વિક્રમ સંજયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




