આરોપીઓએ મિલકત ઉપર રૂ. ૨.૪૪ કરોડની મોર્ગેજ લોન પણ લઈ લીધી
સુરત, તા.૨
બંધ એકાઉન્ટના ચેકો આપી રાજપેલેસની મિલકત ઉપર મોર્ગેજ લોન મેળવી કુલ્લે રૂપિયા ૯૪.૯૮ લાખની ઠગાઈ કરનાર બે જણાં વિરુદ્ધ બિલ્ડરે ફરિયાદ નોંધાવી હતી.
કાપોદ્રા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મમતા પાર્ક સોસાયટીમાં રહેતા સંદીપ અશોકભાઈ ડાયાણીના રાજ પેલેસ ડેવલોપર્સની પૂણા કારગીલ ચોક ખાતેના પ્રોજેક્ટમાં આરોપી અનિલ લાલજી સુતરિયા, લલિત કનુ સુતરિયાએ મિલકત ખરીદી બંધ એકાઉન્ટ ચેકો આપ્યા હતા તેમજ આ મિલકત આરોપીઓએ મોર્ગેજ કરી બેન્કમાંથી રૂ. ૨.૪૪ કરોડની મોર્ગેજ લોન મેળવી હતી. ફરિયાદીના આપેલા ચેકો બાઉન્સ થયા હતા. ફરિયાદીની મિલકતના દસ્તાવેજ સહિતના કુલ્લે રૂપિયા ૯૪.૯૮ લાખ નહીં ચૂકવી બેન્કની લોન પણ ભરપાઈ નહીં કરી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. કાપોદ્રા પોલીસે ફીરયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



