ભાષા સંમેલનમાં ભાષાપ્રેમીઓની પ્રભાવક ઉપસ્થિતિ
સુરત, તા.૪
તા.૩ માર્ચને રવિવારે ન્યૂ રાંદેર રોડ, સુરત સ્થિત સ્વામીનારાયણ એચ.વી. વિદ્યાલય ખાતે ભાષા પ્રેમીઓનું ભાષા સંમેલન યોજાઈ ગયું. જેમાં ૨૨૫ જેટલા ભાષાપ્રેમીઓ ઉપસ્થિત રહ્ના હતા. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ડો. મુકુલ ચોકસી, અતિથિ વિશેષ તરીકે ડો. કેતન શેલત અને ગાંધીનગરથી ખાસ પધારેલા માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનનો અધ્યક્ષ ભાગ્યેશ જહા અને ઉપાધ્યક્ષ હર્ષદ શાહ ઉપસ્થિત રહ્ના હતા. એ ઉપરાંત વિદ્યાલયના ટ્રસ્ટી દિનેશભાઈ ગોîડલિયા અને મયંકભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્ના હતા.
ગાંધીનગરમાં માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનની સ્થાપના થઈ છે અને ત્યાં ગુજરાતી ભાષા સજ્જતા, ભાષા સંવર્ધન અને ભાષા સંરક્ષણ અર્થે નિયમિત પણે કાર્યશાળાઓ તથા અન્ય કાર્યક્રમો યોજાય છે. આ કાર્યનું બીજારોપણ ગઈકાલે સુરતમાં થયું અને સુરતમાં એની શાખા શરૂ થઈ.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી બોલતા ડો. મુકુલ ચોકસીએ કહ્નાં કે જ્યારે ભારતની રાષ્ટ્રભાષા તેમજ અન્ય ભાષાઓ અનેક પડકારોનો સામનો કરી રહી છે અને એની સામે અંગ્રેજીની ઘેલછા અકલ્પ્ય હદે વધી રહી છે. ત્યારે આપણી ગુજરાતીઓની માતૃભાષા ક્યાંક ખૂણામાં ન ધકેલાઈ જાય એ માટે યુવા પેઢીને રસ પડે એવા સ્વરૂપે એમને ગુજરાતી ભાષા પીરસવી રહી.
અતિથિ વિશેષ ડો. કેતન શેલતે ટ્રસ્ટના આ કાર્યને આવકાર આપ્યો અને જીવનભારતી મંડળ દ્વારા ભાષા સંરક્ષણ માટે થઈ રહેલા અનેકવિધ કાર્યક્રમોની જાણકારી આપી હતી.
ટ્રસ્ટના ઉપાધ્યક્ષ હર્ષદ શાહે ટ્રસ્ટની કાર્યપદ્ધતિ એનું લક્ષ્ય અને એના કાર્ય વિશે સવિસ્તર માહિતી આપી, તથા જે પરિવારોમાં ૨-૩ વર્ષના બાળકો હોય તેમને તેમના બાળકોને માતૃભાષા માધ્યમમાં ભણાવવા સમજાવવાની હાકલ કરી.
ટ્રસ્ટના અધ્યક્ષ ભાગ્યેશ જહાએ કહ્યું કે પોતે ગુજરાતી માધ્યમમાં ભણ્યા છે, પણ અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત વગેરે બધી ભાષાઓ પર પ્રભુત્વ છે. તેઓ પોતાના વક્તવ્યમાં સંસ્કૃત ભાષામાં પણ સારૂં એવું બોલ્યા.
સુરત યુનિવર્સિટીમાં જેમણે ૩૭ વર્ષ અધ્યાપન કાર્ય કર્યું છે એવા વનસ્પતિ વિજ્ઞાની ડો. મીનુ પરબીયા અને વેડરોડ સ્થિત બ્રિલિયન્ટ વિદ્યાલયના સંચાલક સંજયભાઈ ડુંગરાણીએ આ કાર્ય અંગે સરસ પ્રતિભાવ આપ્યો અને પોતાનું અનુમોદન વ્યક્ત કર્યુ હતું. સુરતના ત્રણ દાતાઅોએ કુલ મળી ૪૭૦૦૦નું દાન આ ટ્રસ્ટને આપી ઉપકૃત કર્યુ હતું. ડો. પ્રજ્ઞા વશીએ આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યુ. છેલ્લે વંદે માતરમા ગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



