રૂ. ૫ લાખ ઉછીના લઈ છેતરપિંડી કરી

0
5

સુરત, તા. ૪
સરથાણા જેસીબીના વેપારી પાસેથી છ માસ પહેલાં ઉછીના પાંચ લાખ રૂપિયા લઈ છેતરપિંડી કરનાર ટેક્ષટાઈલ વેપારી વિરુદ્ધ પોલીસ ચોપડે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સરથાણા જકાતનાકા સ્થિત મિતુલ ફાર્માની પાછળ ઓમ રેસિડેન્સીના મકાન નંબર એફ-૫૦૨માં રહેતા જીતેશભાઈમોહનભાઈ લુખી જેસીબીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અનેભાવનગરના થોરડી ગામના વતની છે. વેપારી જીતેશ ભાઈએ છ મહિના રિંગરોડ ટેક્ષટાઈલ માર્કેટના વ્યવસાય કરતા અને મોટા વરાછા વાસ્તુપુજન હાઈટોસમાં રહેતા અંકિતભાઈ ભીમજીભાઈ કુકડિયાને ઉછીના પાંચ લાખ આપ્યા હતા જે અંગે ઉઘરાણી કરતા જીતેશભાઈને નાણાં નહીં ચૂકવી ઠગાઈ કરી હતી. ઠગાઈના બનાવ અંગે જીતેશ લુખીએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY