સુરત, તા. ૪
રૂ. ૨૩.૩૧ લાખની કિંમતની લેસ પટ્ટીનો માલ ખરીધ્યા બાદ પેમેન્ટ ચૂકવવાને બદલે દુકન બંધ કરી નાસી જનાર રાજસ્થાનના શ્રી કૃપા લેસના ત્રણ માલિકો વિરુદ્ધ પૂણા પોલીસ મથકે રિયાદ નોîધાઈ હતી.
પૂણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સરથાણા યોગી ચોક વિસ્તારમાં રહેતા અને અર્ચના સ્કૂલ ખાતે સીતારામ સોસાયટીમાં લેસપટ્ટીનો વેપાર કરતાં કિશોર જીવરાજભાઈ રાદડિયાએ આરોપી મહેન્દ્રસિંહ પહાડસિંહ રાજપૂત, ગણપતસિંહ પહાડસિંહ વિક્રમસિંહ પહાડસિંહ (શ્રી કૃપા લેસ, જાલોર રાજસ્થાન) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂ. ૨૩,૩૧,૦૯૫ની કિંમતની લેસ પટ્ટીનો માલ ખરીધ્યો હતો. આરોપીઓએ પેમેન્ટ ચૂકવવાને બદલે દુકાન બંધ કરી નાસી ગયા હતા. પુણા પોલીસે વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદ નોધાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



