કરજણમાં પીર કયામુદ્દીન દાદા ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત ગૌશાળાનું ગુરુવારે લોકાર્પણ

0
16

રાજ્યપાલ કોહલી, સંત મોરારિબાપુ, વૈષ્ણચાર્ય દ્વારકેશ લાલ અને સાંસદ અહેમદ પટેલ ઉદ્દઘાટન સમારંભમાં હાજરી આપશે
સુરત, તા. ૫
૭મીએ દેશમાં ઇતિહાસ રચાશે, કોઇ મુસ્લિમ ટ્રસ્ટ દ્વારા ગૌશાળા બનાવવામાં આવી હોય તેવો પ્રથમ પ્રસંગ હશે. ૭મી માર્ચે કરજણ નજીક પિંગલવાડા ગામે પીર કયામુદ્દીન દાદા ટ્રસ્ટ દ્વારા નિર્મિત ગૌશાળાનું ઉદ્ઘાટન થશે. રંગફાર્મ વનસરંક્ષક કચેરીની બાજુમાં, પાદરા ખાતે આ ઉદ્ઘાટન સમારોહ બપોરે ૧ઃ૩૦ કલાકે યોજાશે. ગૌશાળાનું ઉદ્ઘાટન ૭ માર્ચે બપોરે ૧-૩૦ કલાકે કરજણના પિંગલવાડા ગામે પ્રસિધ્ધ સંત કથાકાર મોરારિબાપુના હસ્તે થશે. પાદરાના રંગફાર્મ ખાતે બપોરે ૨ કલાકે ઉદ્ઘાટન સમારોહ યોજાશે. સમારોહમાં રાજયપાલ ઓ.પી. કોહલી, સંત મોરારિબાપુ, વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલ મહારાજ, ગુણવંત શાહ અને રાજયસભાના સાંસદ અહેમદ પટેલ હાજરી આપશે. આ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાનારા કોમી એકતા અને સદ્ભાવના અનેરા સમારોહમાં મોટામિયાં માંગરોળ એકલબારા – પાદરાની ગાદીના ગાદીપતિ – સજજાદાનશીન કદિરબાવા પિરઝાદા અને ઝઘડિયા ગાદીના ગાદીપતિ રફીકબાવા પિરઝાદા હાજર રહેશે. હઝરત પીર મોટા મિયાં બાવા(મતાઉદ્દીન બાવા)એ જીવનભર ‘ઘેરઘેર ગાયો પાળવા, વ્યસન મુકત સમાજ, કોમી એકસંપી અને ભાઇચારાનો સંદેશો ફેલાવ્યો હતો.
ગુજરાતમાં ગામે ગામ ફરી આ સંદેશો પહોîચાડવાનું કામ હવે તેમના પુત્રો કદિરબાવા પિરઝાદા અને રફિકબાવા પિરઝાદા કરી રહ્નહયા છે. પીર મોટા મિયાં બાવા પછી છોટાઉદેપૂરના નિઝામુદ્દીન બાવા અને તે પછી કયામુદ્દીન બાવાએ ફેલાવેલા સંદેશાને કદિરબાવા પિરઝાદા અને રફિકબાવા પિરઝાદા એક દૃષ્ટાંત તરીકે રજૂ કરી રહયા છે. પિરકયામુદ્દીન દાદા ગૌશાળા ટ્રસ્ટ દ્વારા નિર્માણ થયેલી ગૌશાળાનું વિચારબીજ પૂજયસંત કથાકાર મોરારિબાપુએ દાન કરેલા ૧૧ હજારના દાનથી રોપાયું હતું. તે સમયે દ્વારકેશલાલ મહારાજે ૨૧,૦૦૦ રૂપિયા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે ૧૦ લાખ રૂપિયાનું માતબર દાન જાહેર કર્યુ હતું. નાનકડા વિચારબીજમાંથી શરૂ થયેલ ગૌશાળાના વિચારને કદિર બાવા પિરઝાદા, જશપાલસિંહ અને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ બાબુભાઈ કે. રાયકા (એડવોકેટ) નિર્મલભાઈ વખારીયા, ભરતભાઈ શાહ (સરગમ), ઠાકોર પુષ્પરાજસિંહ તથા ઠાકોર રાજેન્દ્રસિંહએ વિશાળ વટવૃક્ષ બનાવ્યું છે. આ સમારોહમાં ડા÷કટર અરહમબાવા પિરઝાદા પણ ઉપસ્થિત રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY