લીંબાયતની મહિલા વિરુદ્ધ ફરિયાદ
સુરત, તા. ૫
લીંબાયતમાં મકાન ઉપર રૂ. ૨.૩૦ લાખ ઉછીના મેળવ્યા બાદ મકાન બારોબાર વેચી દઈ વિશ્વાસઘાત છેતરપિંડી કરનાર મહિલા સામે પોલીસ ફરિયાદ નોધાઈ હતી.
લીંબાયત પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ લીંબાયત મીઠીખાડછીમાં રહેતા સોહરાબ આલમ મહેબુબ આલમ અન્સારી પાસે આરોપી ફરીદાએ યુનુસ શેખે આવીને જણાવ્યું હતું કે, અમારે દેવું વધી ગયું છે. રૂપિયાની જરૂર છે. જેથી ફુલવાડી ખાતે આવેલ ઘર નં. ૩૬૮ વાળી મિલકત ઉપર રૂ. ૨.૩૦ લાખ ઉછીના લીધા હતા. ત્યારબકાદ આરોપીએ આ મિલકત બારોબાર વેચી દઈ ફરિયાદીને રૂપિયા પણ પરત આપ્યા નહીં અને ભાડું પણ ચૂકવ્યું નહોતુ. લીંબાયત પોલીસે ફરિયાદના આધારે ગુનો નોîધી એ.હે.કો. રવિન્દ્ર થરદે તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



