સુરત, તા. ૬
કતારગામ ટી.પી. સ્કીમ નંબરમાં આપેલી જમીનના મકાનના ગાળા અને બે દુકાનવાળી મિલકતના બોગસ પાવર બનાવી વેચાણ દસ્તાવેજ બનાવી મિલકત પચાવી પાડનારા ત્રણ જણા વિરુદ્ધ મિલકત માલિકો કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોîધાવી હતી.
કતારગામ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કતારગામ અંબિકા નગરમાં રહેતા મૂળજી ખીમજી ડોબરિયાïએ આરોપી હંસરાજ મોહન વિરાણી, કેશુ દામજી બારંભિયા, ચંદુ ભીખુ દેવાણી વિરુદ્ધ ફરિયાદ નોîધાવી હતી. આરોપીઓએ એકબીજાની મદદગારીથી ફરિયાદીની માલિકીના મકાન, દુકાનના ખોટા પાવરો તૈયાર કરી મિલકતોનું વેચાણ કરી દસ્તાવેજ બનાવી આપી ફરિયાદીની મિલકતો પચાવી પાડી હતી. ફરિયાદના આધારે કતારગામ પોલીસે વિશ્વાસઘાત છેતરપિંડીનો ગુનો દાખલ કરી પોસઈ એમ.વી. ચાવડાએ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




