ટોક્યો,તા.૨૯
જાપાનમાં ભારે વરસાદ અને હવે પૂરનો સંકટ ઘેરાઈ રહ્યું છે. જાપાનમાં આફત ઓછી થવાનું નામ નથી લઈ રહી. જાપાનમા ભારે વરસાદને કારણે શનિવારે અનેક વિમાનોને રદ કરવામાં આવ્યા હતા. આ મહિનાની શરૂઆતમાં પૂર અને હવે ભૂસ્ખલનના કારણે ભારે તબાહી સર્જાઈ હતી. અને હવે આ તોફાનની આફત જાપાન પર ઘેરાઈ રહી છે. જાંગડારી વાવાઝોડું જાપાનનાં પેસેફિક કોસ્ટની તરફ આગળ વધી રહ્યું હતું અને મધ્ય જાપાનમાં રાત્રે આવવાની સંભાવના હતી.
આ કારણોસર જાપાનનાં બે મુખ્ય એરપોર્ટ નારિતા અને હાનેડામાં અનેક વિમાન યાત્રા મોડેથી ઉપડી રહી છે અથવા રદ કરવામાં આવી છે. મોટેભાગનાં ખાનગી વિમાનોને રદ કરવામાં આવ્યા છે. આ સિવાય કેટલાક આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પણ તોફાનને કારણે ફસાયા છે.
ટોકયો અને તેના આસપાસનાં વિસ્તારોમાં ભારે વારસાદ વરસી રહ્યો છે અને ભારે હવા ચાલી રહી છે. જ્યાં તોફાનને કારણે પશ્ચિમી ભાગનાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની સંભાવનાં છે. જુલાઈનાં શરૂઆતમાં વરસાદને કારણે ૨૦૦થી વધારે લોકોની મોત થયા હતા અને અનેક વિસ્તારોમાં વિનાશ સર્જાયો હતો ત્યાંજ ત્યાંની વહીવટી તંત્રએ તોફાનને કારણે લોકોને જગ્યા ખાલી કરવાને આદેશ આપ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





