દક્ષિણ ગુજરાતના ફરી તાપમાનમાં ઘટાડો થતા નવસારી જિલ્લામાં ઠંડી

0
3

નવસારીમાં ૧૩ વલસાડમાં ૧૬ અને સુરતમાં ૧૯ ડિગ્રી તાપમાન
સુરત, તા. ૬
ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારોમાં બે દિવસ અગાઉ થયેલ હિમવર્ષાના પગલે ઉત્તર દિશાથી ફૂંકાતી ઠંડા પવનના લીધે સમગ્ર રાજ્યના હવામાનમાં ફેરફાર નોધાયો છે. ગતરોજની સરખામણીએ આજે એક ડિગ્રી તાપમાન ઘટયું છે. આગામી એક-બે દિવસ સુધી વાતાવરણ યથાવત રહેવાની શકયતા છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૧ ડિગ્રી અને ન્યુનત્ત્મ તાપમાન ૧૯.૨ ડિગ્રી નોધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૨ ટકા અને હવાનું દબાણ ૧૦૧૩.૭ મીલીબાર નોધાયું છે. શહેરમાં પૂર્વ દિશાથી કલાકના ૪ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે. ગતરોજની સરખામણીએ આજે તાપમાન ૧ ડિગ્રી ઘટયુ છે.
નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૧૩.૫ ડિગ્રી નોધાયું છે. જે ગતરોજ ૧૫ ડિગ્રી નોîધાયું હતું. વલસાડ હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૧૬.૬ ડિગ્રી નોîધાયુ઼ છે જે ગતરોજ ૧૮ ડિગ્રી નોîધાયું હતું. આમ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એકથી બે ડિગ્રી સુધી તાપમાન ઘટયું છે. આગામી એક બે દિવસ સુધી ઠંડીનો ચમકારો યથાવત રહે તેવી શકયતા છે. ત્યારબાદ પવનની દિશા બદલવાની સાથેડ ગરમીમાં વધારો નોîધાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY