દેવપ્રયાગ રેસીડેન્સીના ફલેટ હોલ્ડરો સાથે વીરડિયા બિલ્ડર દ્વારા ઠગાઈ

0
6

ફલેટ હોલ્ડરોના નામે જુદી-જુદી બેîકોમાંથી બિલ્ડરે રૂ. ૧૧ કરોડની લોન લીધી
સુરત, તા. ૬
સિંગણપોર કોઝવે રોડ દેવપ્રયાગ રેસીડેન્સી ખાતે ચારેક બેîકો પાસેથી ખોટી રીતે લીધેલી મોટી રકમનીલોન લઇને ભરપાઈ કરી ફલેટ હોલ્ડરો સાથેડ બિલ્ડર અશ્વિન લાલુનુંવીરડિયા તથા જયંતી રણછોડ પટેલે છેતરપિંડી કરી હોવાનો બનાવ બહાર આવવા પામ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર વરાછા પોલીસ સ્ટેશન વિષ્ણુ ચેમ્બર્સ ખાતે આવેલી મેસર્સ આશ્મી એન્ટરપ્રાઈઝના અશ્વિની વીરડીયા હરેન લાલજી વીરડિયા, રીટાબેન વીરડિયા, અસ્મીતાબેન વીરડીયા, સવિતાબેન વીરડીયા, લાલજીભાઈ વીરડિયા, રામજી વીરડિયા, જયંતીલાલ પટેલ, રસીકલાલ પટેલ તથા ઘોડદોડ રોડ વિલ્સન ટાવર ફલેટ નંબર-૪૦૬માં રહેતા અનુરાધા જયંતીલાલ પટેલે સિંગણપોર કોઝવે રોડ પર આવેલી દેવપ્રયાગ રેસીડેન્સીના ફલેટ હોલ્ડરોના નામે અલ્હાબાદ બેન્ક, નાસીક મર્ચન્ટસ બેન્ક, યુનિયન બેન્ક, પંજાબ નેશનલ બેન્કમાંથી ખોટી રીતે મસમોટી લોન લીધી હતી. ગત તા. ૨૧/૧૧/૨૦૧૭ સુધીમાં ૧૧-૦૭ï કરોડ વ્યાજ સાથેની લોન ભરવાની બાકી પડતી હતી. અલ્હાબાદ બેન્કના અધિકૃત અધિકારીએ કતારગામના મામલતદારને મોર્ગેજ મિલકતોનો કબજો લેવા માટે એક અરજી કરી હતી. જેના અનુસંધાને મામલતદારે દિન-૧૪માં મિલકતનો કબજા લેવા માટેની નોટિસો પણ કાઢી છે.
ગભરાઈ ગયેલા ફલેટ હોલ્ડરોએ સુરત જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપવાના ચક્રોગતિમાન કર્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY