વરાછા અને ઉધનામાં જુગારની કલબ પર પીસીબીના દરોડા

0
27

ત્રણ સ્થળેથી પોલીસે ૨૭ જુગારીઑને પકડી પાડયા
સુરત, તા. ૬
વરાછા અને પીસીબીï સહિતની પોલીસે જુગારધારા અન્વયે ત્રણ સ્થળે દરોડા પાડી ૨૭ જુગારીની ધરપકડ કરી રોકડા રૂપિયા સહિત કુલ્લે રૂ. ૩.૫૧ લાખની મતા કબજે કરી હતી.
વરાછા પોલીસે વાળીનાથ સોસાયટી ખાતા નં. ૪૩, ચોથા માળે પતરાવાળી રૂમમાં દરોડા પાડયા હતા. જુગાર રમતા અનિલસિંગ, નરેન્દ્ર ઉર્ફે પ્રવીણ ચૌધરી, ધવલ દિનેશ, સોનેશ્વર બાળા, અજય ભીખા, જીગ્ïનેશ બારૈયા રાજેશ શિવદાસ, રાહુલ જયસ્વાલની ધરપકડ કરી હતી. પોલીસેડ રોકડા રૂ. ૨૫,૧૬૦ કબજે કર્યા હતા.
પીસીબી પોલીસે બીઆરસી પાસે વિજયાનગર સોસાયટી બાલુભાઈ માસ્તરના મકાનમાં દરોડા પાડયા હતા. જુગાર રમતા ટીટુ શાહુ, જગદશ ઉર્ફે પીન્ટુ, ટુકુના સ્વાંઈ, દેવેન્દ્ર કપાસ, સાગર મહેશ્વર, નારાયણ નિલકંઠ, રાકેશ શાહુ, રણજીત ગૌડા, દિલીપ રાઉïત બલરામ દલાઈ, દિલીપ રમેશ, પ્રદીપ સુભાષની ધરપકડ કરી હતી. પીસીબી પોલીસે ૧૧ મોબાઈલ ફોન, પાંચ મોટર સાઈકલ, રોકડા મળી કુલ્લે રૂ). ૨,૫૩,૬૩૦ની મતા કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પોલીસ કન્ટ્રોલ રૂમની ટીમે ભેસ્તાન વૃંદાવન ટાઉનશિપ મકાન નં. ૪૭૯ના પહેલા માળે રૂમમાં જુગાર રમતા વિનાયક ઠક્કર, નિરજરાય સિંગ, ભાવેશ રાઠોડ, મિલનદવે, સાગર પાટીલ, જયમીન ઠક્કર, મહેશ ભામરેની ધરપકડ કરી છ મોબાઈલ ફોન, રોકડા મળી કુલ્લે રૂ. ૭૨,૭૩૦ની મતા કબજે કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY