રાષ્ટ્રીય સુરક્ષા દિવસે એનટીપીસી કવાસ દ્વારા સુરક્ષા સપ્તાહનો આરંભ

0
10

સેફ્ટી ફિલ્મની રજૂઆત તથા સુરક્ષા કૂચ નિબંધ સ્પર્ધા યોજાઈ
સુરત, તા.૬
એનટીપીસી કવાસ પરિયોજનામાં ૪૮માં રાષ્ટ્રીય સુરક્ષા દિવસ-૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા દિવસના અવસરે આયોજિત કાર્યક્રમના મુખ્ય અતિથિ એસ.સી. બમાની, સંયુક્ત નિર્દેશક સુરત જિલ્લા ગુજરાત સરકારે કવાસના કર્મચારીઓ, સી.આઈ.એસ.એફ.ના જવાનોને સુરક્ષાના શપથ લેવડાવી ૪-૧૧મી માર્ચ ૨૦૧૯ સુધી ચાલનાર સુરક્ષા સપ્તાહનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન બાદ ઉપસ્થિતોને સંબોધિત કરતા બમાનીએ સુરક્ષાનું મહત્ત્વ સમજાવી કામના સમયે સુરક્ષાના સાધનોનો ઉપયોગ કરવા માટે જણાવ્યું હતું. ૪૮માં રાષ્ટ્રીય સુરક્ષા દિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિતોને એનટીપીસી અને કવાસ પરિયોજના પર બનાવવામાં આવેલી સેફ્ટી ફિલ્મ બતાવવામાં આવી હતી.
કાર્યક્રમમાં કવાસના મહાપ્રબંધક દેબાશીષ દાસ, સંજય દાતે, અપર મહાપ્રબંધક અને ઉદય રાવલ, સહાયક નિર્દેશક સુરત જિલ્લા, ગુજરાત સરકાર મંચ પર ઉપસ્થિત હતા. કાર્યક્રમમાં તમામ વિભાગના પ્રમુખ અને મોટી સંખ્યામાં કર્મચારી, સીઆઈએસએફના જવાનો ઉપસ્થિત હતા.
૪૮માં રાષ્ટ્રીય સુરક્ષા દિવસના અવસરે સવારે કવાસ પરિયોજના ક્ષેત્રમાં સુરક્ષા માર્ચનું આયોજન કરી તમામ કરારબદ્ધ શ્રમિકોને સુરક્ષાના શપથ લેવડાવ્યા હતા. સુરક્ષા કૂચમાં મોટી સંખ્યામાં કવાસ કર્મચારી, એસોસિએટ્સ, સીઆઈએસએફના જવાનો સામેલ થયા હતા. આ અવસરે સુરક્ષા ક્ષેત્રમાં સારૂ કાર્ય કરનાર કરારબદ્ધ શ્રમિકોને ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY