મ્યુનિ. કમિશનર તથા મેયરને રજૂઆત
સુરત, તા.૬
મ્યુનિ. કમિશનર તથા મેયરને પરસ્પર દેવો ભવ : ટીમના અગ્રણી કિશોર એલ. પાંડવ તથા માધુભાઈ કાકીયાએ રજૂઆત કરી જણાવ્યું છે કે, હાલ વર્તમાન સમય ખૂબ જ વિચાર અને સમજણ માંગે છે. થોડા દિવસ પહેલાં દેશની રક્ષા કરતા વીર જવાનો પર આતંકી હુમલો અને તેમા આજ દિવસ સુધીમાં મોટી સંખ્યામાં વીર જવાનો શહીદ થયા તે દેશ માટે ખૂબ જ આઘાતપૂર્ણ છે. તો તે શહીદોનાં માનમાં આવનારો હોળી પર્વ સમગ્ર શહેરમાં સાદગી ભર્યો મનાવાય અને જે શહીદ વીરોનાં માનમાં અને શ્રદ્ધાંજલી પણ આપ્યું ગણાશે.
સાથો સાથ ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી અને પ્લાસ્ટિકનો દૂરઉપયોગ થઈ રહ્ના છે તેના પર અંકુશ મુકવો અત્યારની વર્તમાન પરિસ્થિતિમાં ખૂબ જ જરૂરી છે. જેના અનુસંધાને સુ.મ.પા. દ્વારા આ બાબતે કડકમાં કડક પગલાં લઈ આ પ્લાસ્ટિક થેલી વેચાણ પર કડક કાયદાકીય રીતે પ્રતિબંધ મુકવામાં આવે તે ખૂબ જરૂરી છે.
તેની સાથે આખો દેશ જ્યારે સ્વચ્છ ભારતમાં જાડાઈ ગયો હોય ત્યારે આ બાબત પણ સ્વચ્છ ભારતનો એક ભાગ છે. માટે આપ વિશેષ આ બાબતે જા વીર શહીદોને શ્રદ્ધાંજલીનાં ભાગરૂપે અને શહેરનાં સ્વચ્છ વાતાવરણ બાબત આ પર્વને સાદગીમય બની રહે તેવી અમારી આ અરજી દ્વારા નમ્ર અપીલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



