એસટીએમ ટેક્સટાઈલ માર્કેટના વેપારી સાથે રૂ.૨૫.૨૦ લાખની છેતરપિંડી

0
20

દુકાનમાં નોકરી કરતા એકાઉન્ટન્ટ દ્વારા હિસાબમાં ગોલમાલ
સુરત, તા.૬
રિંગરોડ એસટીએમ માર્કેટના એક વેપારી સાથે તેના જ એકાઉન્ટન્ટે ચેકનો ખોટો ઉપયોગ કરી ૨૫.૨૦ લાખ ખાતામાંથી ઉપાડી લઈ મયુર સારીઝના વેપારી સાથે છેતરપિંડી કરી ફરાર થઈ ગયો હોવાનો બનાવ સલાબતપુરા પોલીસ મથકે નોîધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ઉદયપુર રાજસ્થાનના વતની અને હાલમાં ઘોડદોડ રોડ રામચોક શ્રી દર્શન સોસાયટી ખાતે રહેતા મનોજભાઈ બંસીલાલ દોશીની રિંગરોડ, એસટીએમ માર્કેટમાં કસ્તુરી ફર્મ તથા મયુર સારીઝના નામની કાપડની દુકાનો આવેલી છે. માર્કેટની પી/૧૦૮૭માં આવેલી આ કાપડની દુકાનના માલિક મનોજ દોશીને ત્યાં હિસાબનીશ તરીકે પરવત-ગોડાદરા વૈકુંઠધામ સોસાયટીના ઑમપ્રકાશ પરીહાર નોકરી કરે છે. ગત તા.૧૮-૫-૨૦૧૮ થી તા.૧૦-૨-૨૦૧૯ સુધીમાં બંને દુકાનોના ચેક મેળવી ચેકમાં અલગ અલગ રકમ લખી દઈ કુલ ૨૫.૨૦ લાખ વાપરી નાંખી વેપારી સાથે છેતરપિંડી કરી ફરાર થઈ ગયો હતો. સલાબતપુરા પોલીસ મથકે વેપારીએ ફરિયાદ નોîધાવતા પોલીસે આઈપીસી ૪૦૬, ૪૦૮, ૪૨૦ મુજબનો ગુનો નોધ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY