મિલ્કતદાર પાસેથી ડિમોલીશન ચાર્જ વસૂલાયો
સુરત, તા.૧૧
સાઉથ ઈસ્ટ લીંબાયત ઝોન વિસ્તારમાં તા.૧૦-૧૨-૨૦૧૮ના રોજ ફાયનલ ટી.પી. સ્કીમ નં.૭ આંજણા, ફા. પ્લોટ નં.૧૬૬માં આવેલ અમનનગર-૧ સોસાયટીના સબ પ્લોટ નં.૮૧ વાળી મિલ્કત તથા ફા. પ્લોટ નં.૧૬૯માં આવેલ અમન નગર-૨ સોસાયટીના સબ પ્લોટ નં.૨૯ થી ૩૨ વાળી મિલ્કતમાં કુલ અંદાજીત ૨૦૦૦ ચો.ફૂટ માપ વિસ્તારમાં ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવેલ તથા બંને મિલ્કતોના ભોંયતળીયે આવેલ કુલ ૧૦ જેટલી દુકાનના શટર દૂર કરી ડીમોલીશન કરવામાં આવેલ છે. સદર કામગીરી સાઉથ ઈસ્ટ ઝોન, સુરત મહાનગરપાલિકાના સીક્યોરીટી સ્ટાફ, શહેર વિકાસ તથા દબાણ વિભાગના સ્ટાફને સાથે રાખી ડીમોલીશનની કાર્યવાહી હાથ ધરી વહીવટી ચાર્જ પેટે કુલ રૂ.૧,૨૫૦૦૦ મિલ્કતદાર પાસેથી વસૂલ લેવામાં આવેલ છે.
સદર કામગીરી સાઉથ ઈસ્ટ ઝોન લીંબાયતના મે.ડે.કમિશનર (ડી)ના સીધા માર્ગદર્શન હેઠળ શહેર વિકાસ વિભાગ તથા દબાણ વિભાગ સાથે સંયુક્ત રીતે કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



