લોકસભા ચૂંટણી ૨૦૧૯નો કાર્યક્રમ જાહેર કરતા રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેડટ પરીક્ષાની તારીખમાં વધુ એક વખત ફેરફાર જાહેર કરાયો
સુરત, તા.૧૧
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ ચાર વખત પરીક્ષાની તારીખ બદલાવી ૨૩મી એપ્રિલ જાહેર કરવામાં આવી હતી. ગતરોજ લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ દરમિયાન ૨૩મી એપ્રિલે ગુજરાતમાં ચૂં૭ણી હોવાથી હવે ગુજકેટની પરીક્ષા ૨૬મી એપ્રિલ ૨૦૧૯ના રોજ લેવાશે.
રાજ્યની એન્જિનિયરીંગ કોલેજામાં પ્રવેશ માટેની ગુજરાત કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ (ગુજકેટ) ફરજિયાત બનાવાઈ છે. ગુજરાત બોર્ડ દ્વારા અગાઉ માર્ચના અંતે પરીક્ષા જાહેર કરી હતી. ત્યારબાદ ૪-૪-૨૦૧૯ની નવી તારીખ આપવામાં આવી હતી. આ તારીખ દરમિયાન સીબીએસઈ બોર્ડ પરીક્ષા આવતી હોવાથી ગુજકેટની પરીક્ષા ૨૩/૪/૨૦૧૯ના રોજ લેવાનું જાહર થયું હતું.
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરીંગ, ડિગ્રી ડિપ્લોમા, ફાર્મસી, અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટેના આશરે ૧.૩૬ લાખ જેટલા વિદ્યાર્થીઓ નોધાય છે. ગતરોજ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત ઈલેકશન કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવી. ગુજરાતમાં તમામ ૨૬ લોકસભા બેઠકો માટે એક જ સાથે ૨૩/૪/૨૦૧૯માં રોજ મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજરોજ ગુજરાત બોડૃ દ્વારા ફરી એક વખત ગુજકેટની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. હવે ૨૩ના બદલે ૨૬/૪/૨૦૧૯ શુક્રવારના રોજ ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે. જેની ગિવદ્યાર્થીઓ, વાલીઓ અને આચાર્યો દ્વારા નોધ લેવી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



