રાજ્ય બહારની ડીગ્રી આરોગ્ય વિભાગ દ્વારા અમાન્ય ઠરતાં એક કર્મચારી કોર્ટ ના શરણે , જો આ કર્મચારીઓની બોગસ ડિગ્રી હોય તો અધિકારીઓ એ શું જોયુ…?
જિલ્લા આરોગ્ય આધિકારી એ રાજ્ય બહાર ની યુનિર્વસિટી ના પ્રમાણપત્રો ની ખરાઈ કરાવાઈ : જોકે રાજ્ય સરકાર દ્વારા આ યુનિવર્સીટી ને મંજુર ન કરાતા આરોગ્ય વિભાગની તપાસ સામે એક કર્મચારીએ કોર્ટ માં અપીલ કરી સ્ટે મેળવ્યો : બોગસ સર્ટી પર નોકરી નું ચારેક વર્ષ થી ચાલતું કૌભાંડ
રાજપીપળા : નર્મદા જિલ્લાના આરોગ્ય વિભાગમાં વિવિધ આરોગ્ય કેન્દ્રો પર ફરજ બજાવતા મલ્ટી પરપઝ હેલ્થ વર્કર્સ ( MPHW ) કર્મચારીઓમાં 13 જેટલા કર્મચારીઓ ની ડિગ્રી રાજ્ય બહારના ની હોય જે બોગસ પ્રમાણપત્ર તરીકે જણાઈ આવતા આરોગ્ય વિભાગે કાયદાકીય પગલાં ભરવાનું શરૂ કર્યું છે, ત્યારે આ માટે એક કર્મચારીએ કોર્ટમાં અપીલ કરતા કોટ દ્વારા હાલની કામગીરી માં કર્મચારીઓને છુટા કરવા પર સ્ટે આપ્યો છે, માટે હાલ આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે અને આ 13 કર્મચારીઓ માટે તકલીફ વધી છે , ત્યારે કોર્ટ નો હુકમ કેવો થાય છે અને આ તપાસ નું શુ પરિણામ આવે છે એ જોવું રહયું.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના આરોગ્ય આધિકારી ને બોગસ ડિગ્રીઓ બાબતે જિલ્લા વિકાસ અધિકારી ડો.ીન્સી વિલિયમ્સે તપાસ ના આદેશ આપી કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા ત્યારે હાલ જિલ્લા આરોય આધિકારી એ આ તમામ કર્મચારીઓ ની બોગસ ડિગ્રી હોવાનું જણાતા જો આ વાત માં તથ્ય હોય તો આ સરકાર સાથે ફ્રોડ થયું કહેવાય તો હવે આ કર્મચારીઓ નું શું થાય છે એ આવનારો સમયજ બતાવશે હાલ આ મુદ્દો કોર્ટ માં જરૂર પહ્ચ્યો છે.પરંતુ જો આ પ્રમાણપત્રો અમાન્ય ગણાશે તો ચારેક વર્ષ થી બોગસ પ્રમાણપત્રો પર આ કર્મચારીઓ પગાર મેળવતા હોવાનું કૌભાંડ કહેવાશે અને જો આમ જણાય તો એમને નોકરી પર રાખ્યા કોણે એ પણ એક તપાસ નો વિષય છે કેમ આ પ્રમાણપત્રો બાબતે જે તે સમયે લાગતા વળગતા અધિકારીઓ એ ધ્યાન ન દોર્યું…? કોની કોની સંડોવણી હશે એમા …? અને સંડોવાયેલા અધિકારીઓ સામે કોણ તપાસ કરશે…? એ પણ એક તટસ્થ તપાસ નો વિષય હોવાનું નર્મદા માં સંભળાય છે.
બોક્ષ : 2012 થી જાહેર હિત ની અરજી બાદ તપાસ થઈ જેમાં પાંચ યુનિવર્સીટી ના પ્રમાણપત્રો અમાન્ય ઠેરવ્યા
આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.પી.પટેલે જણાવ્યું છે કે 20 11-12 થી જાહેર હિત ની અરજી બાદ તપાસ થઈ જેમાં પાંચ યુનિવર્સીટી ના પ્રમાણપત્રો અમાન્ય ઠેરવ્યા બાદ વડી કચેરી નો આદેશ અને હાઈકોર્ટ નો પણ હુકમ થયો કે આ રાજ્ય બહારની ડિગ્રીઓ છે તે અમાન્ય રાખવી અને કર્મચારીઓને છુટા કરવા જેમાં 14 કર્મચારી નર્મદા માં છે તેમાં થી હાલ એક કૉર્ટ માં ગયો છે ત્યારે આગળ શું નિર્ણય આવશે એ તપાસ બાદ જાણવા મળશે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



