વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષામાં બેસવા નહીં દેવાતા

0
9

ઉશ્કેરાયેલા વાલીઓર્થીઓ વંચિત રહેતા રજૂઆત કરીને થાકેલા વાલીઓમાં ફાટી નીકળેલો આક્રોશ
સુરત, તા.૭
રાંદેર રોડ, તાડવાડી પાસેની પ્રભાતતારા સ્કૂલમાં આજે રોષે ભરાયેલા વાલીઓએ હલ્લા બોલ કર્યો હતો અને શાળામાં તોડફોડ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. શિક્ષણ બોડૃની માન્યતા વિના ચાલતી પ્રભાત તારા સ્કૂલમાં ભણતા ધો. ૧૦ અને ૧૨ના ૫૪ જેટલા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ નહીં મળતાં છેલ્લા કેટલાંક દિવસોથી વાલીઓ, ડીઇઓ, ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને સરકારમાં રજૂઆત કરીને થાક્યા હતા. આ પ્રશ્ને સરકાર તરફથી કોઈ જ હકારાત્મક જવાબ નહીં મળતા આજે વાલીઓનો રોષ ભભૂકી ઉઠયો હતો.
આજે સવારે પ્રભાતનારા સ્કૂલમાં ઉપર એકત્રિત થયેલા વાલીઓએ ઉગ્ર દેખાવો કર્યો હતો. સરકાર વિરુદ્ધ ભારતે સૂત્રોચ્ચાર કર્યા બાદ સ્કૂલમાં ઘૂસી જઈ તોડફોડ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. વિદ્યાર્થીઓના ભાગ્ય સાથે ચેડાં કરનાર સ્કૂલ સંચાલકોની સામે પોલીસ ફરિયાદ દાખલ થયેલી છે. હવે જાવાનું એ રહેïશે કે વિદ્યાર્થીના ભાગ્ય બાબતે ગુજરાત સરકાર શું નિર્ણય કરશે?

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY